એવી તે શું મજબૂરી આવી પડી Isha Ambani પર કે…

અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani) પોતાની સ્ટાઈલ અને સ્ટેટમેન્ટથી લોકોના દિલ જિતી લેતી હોય છે. ઈશા ભારતથી લઈને વિદેશ સુધી પોતાની એક અલગ છાપ છોડી ચૂકી છે, પરંતુ હાલમાં ઈશા અંબાણીએ કંઈક કર્યું હતું કે જેને કારણે નેટિઝન્સ સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું અંબાણી પરિવારની આ પ્રિન્સેસે-
વાત જાણે એમ છે કે મેટ ગાલા અને પેરિસના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના લૂકથી ધમાલ મચાવ્યા બાદ ઈશા અંબાણીએ વિદેશમાં ફરી એક વખત પોતાના લૂકથી ધમાલ મચાવી હતી અને એ પણ છ વર્ષ જૂનો આઉટફિટ પહેરીને. ઈશા અંબાણી લંડનની સૌથી જાણીતી અને જૂની આર્ટ્સ અને ફેશન ઈવેન્ટ્સમાંથી એક સર્પેન્ટાઈન સમર પાર્ટીમાં પહોંચી હતી.
આ ઈવેન્ટમાં તે ફેશનેબલ આઉટફિટમાં જોવા મળી પણ તમને જાણીને નવાઈ લાગશે કે ઈશા અગાઉ પણ આ આઉટફિટ પહેરી ચૂકી હતી. ઈશા આ ઈવેન્ટમાં જાણીતી બ્રાન્ડ વૈલેન્ટિનોનો બેજ કલરનો આઉટફિટ પહેરીને પહોંચી હતી. આ સ્લીવલેસ ડ્રેસને સિક્વન્સથી સજાવવામાં આવ્યો હતો.
બંધ ગળાના આ આઉટરફિટના ઉપરના ભાગમાં સિલ્વર સિક્વન્સથી ફૂલવાળી ડિઝાઈન બનાવવામાં હતી અને લોઅર પાર્ટમાં હળવી ફ્લેયર જોવા મળી હતી જેને ઝિગઝેગ પેટર્ન હતી. ઈશાએ પોતાના લૂકને ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો અને તેને કમ્પલિટ કરવા માટે નામમાં ઈયરરિંગ્સ પહેરી હતી. ઈશાએ આ સુંદર આઉટફિટ સાથે મિડલ પાર્ટિશન કરીને હાફ પોની બાંધી હતી. ડ્રેસ અને હેર સ્ટાઈલ સાથે ઈશાના મેકઅપે લૂકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું.
ઈશા અંબાણીનો આ લૂક સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. અહીંયા તમારી જાણ માટે ઈશા અંબાણીએ 2019માં પહેલી વખત આ આઉટફિટ પહેર્યો હતો અને તેણે એ સમયે પણ આ આઉટફિટને એકદમ કોન્ફિડન્સથી કેરી કર્યો હતો. હવે અંબાણી પરિવારની આ લાડકવાયીને એવી તે શું આફત આવી પડી કે તેણે 6 વર્ષ પહેલાં પહેરેલો ડ્રેસ પાછો પહેરવો પડ્યો, એવો સવાલ પણ નેટિઝન્સને સતાવી રહ્યો છે.
આ પણ વાંચો : જેમ સ્ટોનવાળો આઉટફિટ, કરોડોની ડાયમંડ જ્વેલરી પહેરી Isha Ambaniએ પણ…