કજરા, ગજરા, કંગન, ઝુમકેઃ ભાઈની હલ્દી રસમમાં બહેન Isha Ambaniનો રૉયલ લૂક
લગ્નવાળા ઘરમાં જેમ પ્રસંગ નજીક આવતો જાય તેમ તેમ ધમાલ વધતી જાય તેમ અંબાણી પરિવારમાં પણ લગ્નની ધમાલ વધતી જાય છે. અનંત અને રાધિકાના લગ્નને બે દિવસ બાકી છે ત્યારે ગઈકાલે અંબાણીના 27 માળીય નિવાસસ્થાન એન્ટેલિયામાં યોજાયેલી હલ્દી રસમના ફોટા અને વીડિયો વારયલ થઈ રહ્યા છે. આ રસમમાં સૌએ હળદળથી હોળી રમી હતી તેવું વીડિયો કહી રહ્યા છે. ફિલ્મજગતથી માંડી ઉદ્યોગજગતના લોકો ઉમટ્યા હતા તેવામાં અંબાણી પરિવારની દીકરી અને પિરામલ પરિવારની વહુનો લૂક ભારે વાયરલ થયો છે અને સૌને ગમી ગયો છે.
આ ફંકશનમાં ઈશા અંબાણીએ એકદમ ભારતીય લૂક રાખ્યો હતો અને તે કોઈ રાજા-રજાવાડાની રાણી હોય તેવી લાગતી હતી. ઈશાએ સી-ગ્રીન અને ગોલ્ડન લહેંગા પહેર્યો હતો. જ્યારે ઈશાનો દુપટ્ટો પીચ કલરનો હતો અને તેમાં લહેંગાના રંગની બોર્ડર છે. તેની બોર્ડર એટલી હેવી બનાવવામાં આવી છે કે તે આખા લૂકમાં એક અલગ જ ગ્રેસ લાવી રહી હતી. તેના પર એટલી જ સુંદર જ્વેલરી, વેણી, કમરબંધે ચાર ચાંદ લગાવી દીધા હતા.
ઈશાનો કૂલ ક્લાસી હતો અને બધા કરતા અલગ દેખાતી હતી. ઈશાએ તેની તસવીરો શેર કરી છે, જેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે.