રાઘવ ચડ્ઢાએ ફેમિલી પ્લાનિંગ બાબતે એવું શું કહ્યું કે પરિણિતીની આંખો ફાટી ગઈ

બોલીવૂડની એક્ટ્રેસ અને પોલિટિશિયનના કોમમ્બિનેશનવાળું એક ક્યૂટ કપલ આજકાલ ચર્ચામાં છે. ચમકીલાથી ચમકેલી અભિનેત્રી પરિણિતી ચોપરા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢા સોશિયલ મીડિયા દ્વારા લોકોના સંપર્કમાં રહે છે. તાજેતરમાં આ કપલ કપિલ શર્મા શૉમાં આવ્યું હતું અને તેમની વાતો હવે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે.
શૉમાં પરિણિતીએ પોતે રાઘવ ચઢ્ઢાને મળી ત્યારથી માંડી ઘણી વાતો શેર કરી છે. કપિલે તેમની લવલાઈફ, મેરેજ વગેરે વિશે જે કંઈ પૂછ્યું બન્નેએ ખૂબ ખૂલ્લા દિલે તેના જવાબ આપ્યા. રાઘવે કહ્યું કે અમારી પહેલી મુલાકાત લંડનમાં થઈ. જ્યારે મેં પરિણિતીને જોઈ ત્યારે મેં સૌથી પહેલા હોટેલ રૂમમાં જઈ તેની હાઈટ સર્ચ કરી.
આ પણ વાંચો: Bollywoodમાં નેપોટિઝમ છે કે નહીં નથી ખબર, પણ ફેવરેટિઝમ છેઃ પરિણિતીએ કેમ કહ્યું આમ
આ સાથે રાઘવે એક રમૂજી કિસ્સો શેર કરતા કહ્યું કે પરિણિતી જે કહે છે તેનાથી ઉલ્ટું જ બને છે. આથી હું રોજ સવારે તેની પાસે એક લાઈન બોલાવું છું કે રાઘવ ક્યારે પણ દેશનો વડા પ્રધાન નહીં બને. આમ કહી રાઘવે પીએમ બનવાની પોતાની ઈચ્છા પણ જાહેર કરી હતી.
આ બધા વચ્ચે કપિલે પોતાના લગ્નની વાત છેડતા કહ્યું કે જેવી ગિન્ની ઘરે આવી કે મારી મમ્મીએ દાદીઓની જેમ ફેમિલી પ્લાનિંગની વાત કરી દીધી. તમને પણ આવું પ્રેશર છે કે નહીં. તેના જવાબમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે હા જલ્દીથી જ અમે તમને ગૂડ ન્યૂઝ આપશું. તેનાં આ જવાબથી પરિણિતી જાણે ચોંકી ગઈ અને રાઘવ સામે જોવા લાગી. જોકે હવે આમાં આપણે શું સમજવું તે ખબર નહીં, પણ લાગે છે બોલીવૂડમાં ફરી એક પારણુ બંધાવાનું છે.