હું બ્રાહ્મણ અને શાકિબ મુસ્લિમ, અમારે લગ્ન કરવા જોઈએ? ઈન્ફ્લુઅર્સના સવાલે મચાવ્યો હંગામો

સોશિયલ મીડિયા પર ઘણા ઈન્ફ્લુઅન્સર્સ છે જેમના વીડિયો પારિવારિક જીવન પર બનતા હોવાથી લાખો-કરોડો લોકો તેને જૂએ છે. આવું જ એક કપલ હાલમાં પોતાના વીડિયો નહીં પણ પર્સનલલાઈફને લીધે ચર્ચામાં છે. આ સોશિયલ મીડિયા કપલનું નામ છે સાકીબ શૈફી અને કુનિકા શર્મા પંડિત. આ બન્ને ઘણા માર્મિક, સંવેદનશીલ મુદ્દાઓ પર હળવા પારિવારિક વીડિયો બનાવી ભારે જાણીતું બન્યું છે. તેમના મોટાભાગના વીડિયોમાં તેઓ પતિ-પત્ની અથવા લવર્સ હોય છે, પરંતુ થોડા સમય પહેલા જ તેમના મોટાભાગના ફેન્સને જાણ થઈ છે કે તેઓ ખરેખર પરણેલા નથી, પણ લવર્સ છે. તેમની મુલાકાત પણ સોશિયલ મીડિયા પર થઈ હતી અને પછીથી બન્ને મિત્રો અને પ્રેમી બન્યા અને સાથે વીડિયો કરતા થઈ ગયા.
થોડા દિવસો પહેલા આ કપલે તેમના ફેન્સને એક સવાલ કર્યો છે જેનો ફેન્સ પણ ખૂબ ઉત્સાહથી જવાબ આપી રહ્યા છે. કુનિકાએ તેના ફેન્સને સવાલ કર્યો છે કે અમારી જોડી તમને કેવી લાગે છે, ઘણા લોકો અમને કહે છે કે તમારી જોડી જબરજસ્ત છે, તમે લગ્ન કેમ નથી કરી લેતા. તો હું તમને પૂછવા માગું છું કે હુ કનિકા શર્મા એટલે કે બ્રાહ્મણ અને શાકીબ મુસ્લિમ છે તો શું અમારે લગ્ન કરવા જોઈએ. આ સમયે શાકીબ કોમેડી કરતા કહે છે કે આ લગ્ન કરવા પાછળ મારા ઘણા મકસદ છે, તો વિચારીને કહેજો.

તેમના આ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર મોટાભાગના ફેન્સ તેમને લગ્ન કરવાનું કહી રહ્યા છે, તો અમુક આવા આંતરધર્મીય લગ્ન ન કરવાની સલાહ પણ આપે છે.
દેશમાં ઘણીવાર લવજેહાદનો મુદ્દો સળગે છે. મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને ફોસલાવી લગ્ન કરી, ધર્મ પરિવર્તન કરાવ્યાના અને તેમને ટોર્ચર કરવાના કિસ્સાઓ આવતા રહે છે. ઘમા રાજયોમાં લવજેહાદ વિરુદ્ધ કાયદો પણ અમલમાં છે. આવા સમયમાં આ ઈન્ફ્લુઅન્સરના સવાલે મીડિયામાં ચર્ચા છેડી દીધી છે.
એક વર્ગ માને છે કે પ્રેમમાં જાતિધર્મ કંઈ નથી, તમે એકબીજા સાથે ખુશ રહી શકતા હો તો કરવી જોઈએ. જોકે હવે માહિતી મળી છે કે બન્ને લગ્ન કરવા અંગે વિચારી રહ્યા છે, પરંતુ ઓફિશિયલ ડેટ્સ હજુ બહાર આવી નથી. ફિલ્મી હસ્તીઓની જેમ લોકો હવે તેમના ફેવરિટ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સની પર્સનલ લાઈફમાં પણ રસ લેતા થઈ ગયા છે. આ બન્ને ઈન્ફલુઅન્સર્સના વીડિયો ફની હોય છે, પરંતુ સારો સંદેશ પણ આપતા હોય છે, આથી તેમના ફોલોઅર્સ 70થી 80 લાખ હોવાનું માનવામાં આવે છે.
આપણ વાંચો: TMKOC Alert: શું તારક મહેતામાં પાછા ફરશે દયાબેન? અસિતકુમાર મોદીએ કર્યો મોટો ખુલાસો…