સેન્સર બોર્ડની છેલ્લા છ વર્ષમાં એકપણ મિટિંગ નહીં! બોર્ડની માન્યતા સામે પણ સવાલ | મુંબઈ સમાચાર
મનોરંજન

સેન્સર બોર્ડની છેલ્લા છ વર્ષમાં એકપણ મિટિંગ નહીં! બોર્ડની માન્યતા સામે પણ સવાલ

ઑસ્કાર-2026 માટે હૉમબાઉન્ડ ફિલ્મની પસંદગીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (Central Board of Film Certification) (CBFC) અને સૂચના અને પ્રસારણ મંત્રાલયની કામગીરી પર સવાલ ઉઠ્યા છે આ રીતે દરેક ફિલ્મ જેમની નજરમાંથી પસાર થયા બાદ દર્શકો સુધી પહોંચે છે, તેમની કાર્યશૈલી સામે પણ સવાલ ઊભા થાય છે. આ સાથે જો નિયમો અનુસાર જોઈએ તો આ બોર્ડ કાનૂની રીતે માન્ય છે કે નહીં તેવા સવાલો પણ એક અહેવાલને આધારે થઈ રહ્યા છે.

હૉમબાઉન્ડ જે આવતીકાલે થિયેટરોમાં જોવા મળશે તેના પર સેન્સરબોર્ડની કાતર ફરી ચૂકી છે. આ ફિલ્મના એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર તરીકે માર્ટિન સ્કોર્સેસી (Martin Scorsese) નું નામ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ સેન્સર બોર્ડે એટલી કાતર ફેરવી કે તેમનું નામ પ્રોડ્યસુરના લિસ્ટમાંથી કાઢવામાં આવ્યું, પરંતુ સેન્સર બોર્ડમાં ભારતની એન્ટ્રી સમયે તેમનું નામ ફરી ઝળકતા વિવાદ સર્જાયો છે. આવી જ ઘટના દલજીતસિંગ દોસાંઝ સાથે થઈ છે. તેની ફિલ્મ પંજાબ 95માં સેન્સરબોર્ડે 100 સિન્સ કાપવા જણાવ્યું છે જે વિવાદને લીધે ફિલ્મ એમ જ પડી રહી છે.

આવા કેટલાય વિષયો અને વિવાદો છે જે ધીમે ધીમે બહાર આવવાની સંભાવના છે. આનું કારણ સેન્સર બોર્ડની કામ કરવાની પદ્ધતિ છે જે સવાલો ઊભા કરી રહી છે. એવી ઘણી ફિલ્મો જે વિશ્વમા ભારતીય ફિલ્મજગતનો ડંકો વગાડી શકે તેમ છે, તે સેન્સરબોર્ડની તાનાશાહીને લીધે પાછી પડતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

સેન્સર બોર્ડ વન મેન શૉ

આ વિવાદ છેડાયો છે ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા અમુક લોકોએ મોઢું ખોલ્યું છે. ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા શીતયુદ્ધ ક આંતરિક વિખવાદ અને હતાશાઓ બહાર આવી રહી છે. સેન્સર બોર્ડની કાર્યશૈલી જે પહેલા હતી તેવી રહી નથી અને અહીં એક જ માણસ કે ગ્રુપનું રાજ ચાલી રહ્યું છે તેવો ગણગણાટ થઈ રહ્યો છે.

છ વર્ષથી સેન્સર બોર્ડની એકપણ બેઠક થઈ નથી

2015માં નિમણૂક પામેલા એક સભ્યએ કહ્યું હતું કે અમને તો ખબર જ નથી કે અમે હજુ બોર્ડના મ્મર છીએ કે નહીં. કારણ કે બોર્ડની મેમ્બરશિપનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે, પરંતુ સત્તાવાર રીતે કોઈને કહેવામાં આવ્યું નથી કે તેઓ હવે મેમ્બર છે કે નહીં. સભ્યો એમ પણ કહે છે બોર્ડ તેમના ચેરમેનની મરજી પ્રમાણે ચાલે છે. બોર્ડે દર વર્ષે તેમનો એન્યુઅલ રિપોર્ટ રજૂ કરવાનો હોય છે, પરંતુ વેબસાઈટ પર 2016-2017 બાદ કોઈ રિપોર્ટ દેખાતો નથી. જોકે આઈબી મિનિસ્ટ્રીના સૂત્રોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે બોર્ડ Cinematograph Certification 1983 અને 2024 અનુસાર જ કામ કરે છે. બેઠકો ન કરવા બાબતે આઈબી મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે 1.04.2017થી CBFCની ઑનલાઈન સિસ્ટમ શરૂ થઈ છે અને તમામ કામ યોગ્ય સમયે સરળ રીતે ટ્રાન્સપરન્સી સાથે થઈ રહ્યા છે.

નિયમ અનુસાર સિનેમેટોગ્રાફ સર્ટિફેકેશન 2024 Cinematograph Certification 2024 અનુસાર દર ત્રણ મહિને બોર્ડ મિટિંગ થવી જોઈએ, પરંતુ આ 12 સભ્યનું બોર્ડ છ મહિનાથી મળ્યું જ નથી. છેલ્લી બેઠક 31 ઑગસ્ટ, 2019ના રોજ થઈ હતી.

બોર્ડના સભ્યોની નિમણૂક 1લી, ઑગસ્ટ, 2017ના રોજ થઈ હતી. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે. જો અન્ય કોઈ આદેશ આવે તો જે સમય વહેલો પૂરો થતો હોય તેને માન્ય ગણવામાં આવે છે. 2020માં આ કાર્યકાળ પૂરો થાય પછી રિન્યુઅલની કોઈ જોગવાઈ નથી. આ નિયમને ધ્યાનમાં રાખીએ તો હાલમાં જે બોર્ડ છે જે કાનૂની રીતે માન્ય છે કે નહીં તે જ સવાલ છે.

આપણ વાંચો:  જોલી એલએલબી 3ની આશાઓ પર પાણી ફર્યું! ધમાકેદાર શરૂઆત બાદ ધીમી પડી રફતાર

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button