આ જાણીતી ટીવી એક્ટ્રેસનું નામ એડલ્ટ સાઈટ પર થયું પોપ અને… શેર કર્યો ડરામણો અનુભવ…

બોલીવૂડ કે જેને આપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી, વર્લ્ડ ઓફ ગ્લેમર પણ કહેતા હોઈએ છીએ એ જગ્યા એટલી સુંદર છે નહીં જેટલી આપણને દૂરથી લાગતી હોય છે. સ્ટારડમ, નેમ અને ફેમની ચકાચોંધ પાછળનો અંધકાર ખૂબ જ ડરામણો હોય છે અને એની જાણકારી પણ આ અંધકારને મહેસૂસ કરી ચૂકેલી ઈન્ડસ્ટ્રીના લોકો જ પોતાના અનુભવના આધારે લોકોને આપતા હોય છે. બોલીવૂડ હોય કે ટીવી હોય અનેક એવી એક્ટ્રેસ તમને મળશે કે જેમની સાથે ક્યારેક ક્યારેક એવું કંઈક ચોક્કસ બન્યું હશે કે જેને કારણે તેમનું જીવન બદલાઈ ગયું હશે. આવી જ એક એક્ટ્રેસ છે ઈરા સોની. કુંડલી ભાગ્ય ફેમ આ એક્ટ્રેસે પોતાનો આવો જ એક ડરામણો અનુભવ શેર કર્યો છે.
ટીવી એક્ટ્રેસ ઈરા સોની ખાસ કોઈ પરિચયની મોહતાજ નથી. જાણીતી ટીવી સિરીયલ કુંડલી ભાગ્ય ફેમ એક્ટ્રેસ માટે આ મુકામ સુધી પહોંચવું બિલકુલ સરળ નહોતું. શરૂઆતના દિવસોમાં તેને ઘણું બધું સહન કરવાનો વારો આવ્યો હતો. ખુદ ઈરાએ આ વિશે ખુલાસો કર્યો છે.
એક ઈન્ટરવ્યુમાં ઈરાએ જણાવ્યું હતું કે એક સીને મારી આખી જિંદગી બરબાદ કરી નાખી હતી. અને એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે હું એકદમ ભાંગી પડી હતી. ઈરાએ 2021માં વુડપેકર નામની વેબ સિરીઝમાં કામ કર્યું હતું અને એમાં તેણે ઈન્ટિમેટ સીન પણ આપ્યું હતું. આ સીનને કારણે તેની જિંદગી નર્ક બની ગઈ હતી. આ વિશે વાત કરતાં ઈરાએ જણાવ્યું હતું કે આ સીન બાદ મને લોકોએ એડલ્ટ સ્ટાર તરીકે રજૂ કરી અને એટલું જ નહીં પણ મારું નામ પણ એડલ્ટ સાઈટ પર પોપ અપ થવા લાગ્યું હતું. આ કારણે મારો પરિવાર પણ મારાથી નારાજ થઈ ગયો હતો.
સોશિયલ મીડિયા પર મને ટ્રોલ કરવામાં આવી રહી હતી. મારા બોયફ્રેન્ડે પણ મારો સાથ છોડી દીધો હતો, કારણ કે તે આ ઈન્ડસ્ટ્રીનો નહોતો અને તે શૂટિંગના પ્રોસેસ વિશે જાણતો નહોતો. મારી રિલેશનશિપનું ધી એન્ડ થતાં હું ખૂબ જ ભાંગી પડી હતી.
જોકે, આ એકલી ઈરાની વાત નથી. અનેક વખત એક્ટ્રેસને ડિરેક્ટર, પ્રોડ્યુસર, હીરો પાસેથી પણ અણછાજતી માંગણી કે ગેરવર્તણૂંકનો સામનો કરવો પડ્યો હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. સોનાની લાગતી આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશનારને જ ખ્યાલ આવે છે કે આ દુનિયા કેટલી ડરામણી છે…