અભિનેતા આમિર ખાનના ઘરે ગુંજશે શરણાઇના સૂર…
ઘરમાં લગ્ન પ્રસંગ
બોલિવૂડના કેટલાક સેલેબ્સ તેમના લગ્નની તૈયારી કરી રહ્યા છે. આમાં સૌથી વધુ ચર્ચા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની છે. દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે ટૂંક સમયમાં આમિર ખાનના ઘરે પણ શરણાઇના સૂર સાંભળવા મળશે. પણ, જો તમે એમ વિચારતા હો કે અભિનેતા આમિર ખાન હવે ત્રીજા લગ્ન કરવા જઇ રહ્યો છે, તો જરા થોભી જજો. અહીં વાત આમિર ખાનના લગ્નની નહીં, પણ તેમની વહાલી દીકરી ઇરા ખાનના લગ્નની થઇ રહી છે. આમિરની લાડલી તેના મંગેતર નૂપુર શિખરે સાથે લગ્ન બંધનમાં બંધાવા જઇ રહી છે.
બોલિવૂડના ફેમસ એક્ટર આમિર ખાન પોતાની જોરદાર એક્ટિંગને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. આ સાથે હવે અભિનેતાના ઘરેથી દીકરીના લગ્નના સારા સમાચાર આવ્યા છે. અભિનેતાના ઘરે ટૂંક સમયમાં લગ્નની શરણાઇએ ગુંજશે. આમિર ખાનની દીકરી ઈરા ખાન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. આ દરમિયાન આયરા અને તેની બોયફ્રેન્ડ નુપુર શિખરેના લગ્નની વિગતો પણ સામે આવી છે. આવી સ્થિતિમાં ચાહકો પણ તેમના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
આમિર ખાન અને તેની પ્રથમ પત્ની રીના દત્તાની પુત્રી આયરા ખાન સોશિયલ મીડિયા પર તેના અંગત જીવન વિશે ખુલીને વાત કરે છે. તેણે નૂપુરને ડેટ કરવાની હકીકત પણ તેના ફોલોઅર્સથી છુપાવી ન હતી. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ બંનેએ ગયા વર્ષે નવેમ્બરમાં સગાઇ કરી હતી. ઇરા ખાન તેના મંગેતર સાથે લગ્નની તૈયારી કરી રહી છે અને લગ્નની ગેસ્ટ લિસ્ટ, તારીખ અને સ્થળ પણ ફાઈનલ થઈ ગયું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇરા અને નૂપુરને વધારે હોબાળો પસંદ નથી. બંનેએ કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લીધો છે. બંને કોર્ટમાં જશે અને 3 જાન્યુઆરી 2024ના રોજ લગ્ન કરશે. જો કે આ પછી ઇરા અને નુપુર પરિવાર અને મિત્રો સાથે શાહી ઉજવણી કરશે. બંને રાજસ્થાનના ઉદયપુરમાં એક પાર્ટી આપવાના છે, જેમાં શાહી વ્યવસ્થા કરવામાં આવશે. આ પાર્ટી માટે ગેસ્ટ લિસ્ટ પણ તૈયાર છે જેમાં માત્ર નજીકના લોકો જ સામેલ છે.