IPLથી શરૂ થયું અફેર, લગ્ન થયા તો પતિ પર લાગ્ય લવ જિહાદનો આરોપ, અભિનેત્રીએ કહ્યું- ‘જે થાય તે થાય…..

‘ધ ફેમિલી મેન’ નામની વેબસિરિઝથી લોકપ્રિય બનેલી આ અભિનેત્રીએ જ્યારે એક બિન હિંદુ વ્યક્તિમાં પોતાનો ફેમિલી મેન જોયો હતો ત્યારે તેને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બધા તેની વિરુદ્ધ થઇ ગયા અને જ્યારે અભિનેત્રીની લવસ્ટોરી લગ્ન સુધી પહોંચી તો તેને લોકોના ટ્રોલનો શિકાર બનવું પડ્યું. આજે પણ લોકો તેને લવ જિહાદના એંગલથી જ જોઇ રહ્યા છે. આ અભિનેત્રીનું નામ છે પ્રિયમણી.
અભિનેત્રી ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં તેના ગીતોથી ચર્ચામાં આવી હતી. ‘જવાન’, ‘આર્ટિકલ 370’માં અભિનયના અજવાળા પાથરીને દિલ જીત્યા બાદ હવે તે ફિલ્મ ‘મેદાન’થી હિન્દી ભાષી દર્શકોના મનોરંજન કરવા આવી છે. દર્શકો ‘મેદાન’માં અજય દેવગન સાથેની તેની કેમેસ્ટ્રીની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ પ્રિયમણિ તેના અંગત જીવન પર લોકોની ટિપ્પણીઓથી પરેશાન છે. આજે પણ ઘણા લોકો તેના મુસ્લિમ પુરુષ સાથેના લગ્નને સ્વીકારી શક્યા નથી અને છાશવારે તેને ટ્રોલ કરતા રહે છે.
આપણે વાત કરી રહ્યા છીએ પ્રિયમણીની. એના પતિ પર લવજિહાદનો આરોપ છે. જોકે, અભિનેત્રીએ તેના ટ્રોલર્સોને જવાબ આપ્યો હતો કે બધા મુસ્લિમ કંઇ આતંકવાદી કે લવ-જિહાદ સાથે જોડાયેલા નથી હોતા. પ્રિયમણીએ મુસ્તફા રાજ સાથે લગ્ન કર્યા છે. લગ્નના 6 વર્ષ બાદ પણ પ્રિયમણિ ટ્રોલ થઈ રહી છે.
જ્યારે મુસ્તફા રાજની પ્રથમ પત્નીએ જાહેરમાં કહ્યું કે તેના અને મુસ્તફા રાજના ક્યારેય છૂટાછેડા થયા નથી અને પ્રિયમણી સાથેના તેના લગ્ન ગેરકાયદે છે ત્યારે પ્રિયમણીના ડિવોર્સની અફવા ઉડી હતી. જોકે, તે સમયે મુસ્તફા રાજે સ્પષ્ટતા કરી હતી કે તેની પ્રથમ પત્નીના દાવા પાયાવિહોણા છે. તેઓ 2010થી અલગ રહેતા હતા અને 2013મા તેમના ડિવોર્સ થઇ ગયા હતા.
પ્રિયમણી અને IPLના કનેક્શનની વાત કરીએ તો તે મુસ્તફા રાજને પહેલીવાર બેંગ્લોરમાં IPL મેચ દરમિયાન મળી હતી. પ્રિયમણી ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર હતી, જ્યારે મુસ્તફા રાજ ટુર્નામેન્ટનો ઇવેન્ટ મેનેજર હતો. તેમની ઑફિશિયલ મુલાકાત ધીમે ધીમે અંગત મુલાકાતમાં બદલાઇ ગઇ અને બંને ખાસ મિત્રો બની ગયા અને એકબીજાને દિલ દઇ બેઠા. મુસ્તફાએ નેશનલ ટીવી પર ડાન્સ રિયાલિટી શો ‘ડી ફોર ડાન્સ’ના ગ્રાન્ડ ફિનાલેમાં પ્રિયમણીને પ્રપોઝ કર્યું હતું. પ્રિયમણી આ શોની જજ હતી. ઓગસ્ટ 2017માં પ્રિયમણીએ મુસ્તફા રાજ સાથે પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા.
પ્રિયમણી એક ફિલ્મમાં કામ કરવા માટે 50થી 60 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેના પતિ જાણીતા બિઝનેસમેન છે. મળતી માહિતી મુજબ તેઓ ‘ઝિંગ ઈવેન્ટ એન્ડ પ્રમોશન પ્રાઈવેટ લિમિટેડ’ના માલિક છે.