મનોરંજન

International Yoga Day 2024 મલાઇકા, શિલ્પા અને આલિયા…. બોલિવૂડની આ અભિનેત્રીઓ પણ છે યોગની દિવાની

આજે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આપણે બોલિવૂડની એવી અભિનેત્રીઓ વિશે જાણીએ જેમણે યોગને પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવ્યો છે. સ્વસ્થ જીવનશૈલીમાં બોલિવૂડ સેલેબ્સ આપણને પ્રેરણા આપે છે. બોલિવૂડ સ્ટાર્સો હંમેશા ફીટ રહેવા માટે, ત્વચા ચમકતી રાખવા માટે યોગનો આશરો લે છે. આ સેલેબ્સ તેમના યોગ સત્રોના વીડિયો પણ પોસ્ટ કરતા હોય છે.

શિલ્પા શેટ્ટીઃ
યોગની વાત આવે એટલે પહેલું નામ જીભે આવે તે શિલ્પા શેટ્ટીનું છે. શિલ્પા યોગની દિવાની છે. ફિટનેસમાં તેનો કોઇ જવાબ નથી. સ્વસ્થ જીવનશેલી માટે લોકો શિલ્પાને તેમની આઇડલ માને છે. અભિનેત્રી પણ વાર તહેવારે પોતાના યોગ વીડિયો પોસ્ટ કરી લોકોને યોગ અપનાવવા અને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરિત કરે છે.

મલાઇકા અરોરાઃ
બોલિવૂડની ફિટનેસ આઇકોન મલાઇકા અરોરાએ સાબિત કરી દીધું છે કે Age is just numbers.અભિનેત્રી નિયમિત યોગ કરે છએ અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

આલિયા ભટ્ટઃ
આલિયા ભટ્ટ પણ પોતાનું ટોન્ડ ફિગર અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે યોગની મદદ લે છે. તેણે યોગને ડેઇલી રૂટિનમાં સામેલ કર્યું છે.

કરીના કપૂર ખાનઃ
કરીના પણ યોગની દિવાની છે. તેનો ફિટનેસ મંત્ર છે યોગ. પોતાને શેપમાં રાખવા માટે કરિના નિયમિત યોગ કરે છે.

દીપિકા પાદુકોણઃ
અભિનેત્રી દીપિકા ટૂંક સમયમાં માતા બનવા જઇ રહી છે. દીપિકા પણ યોગની દિવાની છે. તેને પણ યોગ પસંદ છે.તેને માટે યોગ એમાત્ર એક કસરત જ નહીં, પણ જીવન જીવવાની રીત છે, જે તમને તમારી જાત સાથે જોડાયેલા રાખે છે.

અનુષ્કા શર્માઃ
ગ્રેસફૂલ અનુષ્કાની ખૂબસુરતીનો રાઝ પણ યોગ છે. તે પણ દૈનિક દિનચર્યામાં યોગનો સમાવેશ કરે છે. ધનુષાસન તેના માટે ઘણું મહત્વનું છે, જે તેની શક્તિ અને જોમમાં વધારો કરે છે.

સારા અલી ખાનઃ
સારા અલી ખાન પણ પોતાને ફિટ રાખવા માટે યોગનો સહારો લે છે. અભિનેત્રી અવારનવાર પોતાના યોગના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

જ્હાન્વી કપૂરઃ
જ્હાન્વી પણ ફિટનેસ જાળવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં માને છે, જેના માટે તે યોગને ઘણું મહત્વ આપે છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button