International Cat Day: આ સેલેબ્સનો બિલાડીપ્રેમ છે એકદમ ગજબનો… | મુંબઈ સમાચાર

International Cat Day: આ સેલેબ્સનો બિલાડીપ્રેમ છે એકદમ ગજબનો…

એક બિલાડી જાડી, એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ… કવિતા તો આપણે બધાએ સાંભળી હશે. આજે આ કવિતાને યાદ કરવાનું કારણ એવું કે 8મી ઓગસ્ટના દુનિયાભરમાં ઈન્ટરનેશનલ કેટ ડેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ચાલો વાત કરીએ એવા બોલીવૂડ સેલેબ્સ વિશે કે જેઓ પ્રાઉડ કેટ પેરેન્ટ છે અને તેમને આ તેમના ફરી ફ્રેન્ડને એક મિત્રની જેમ જ ટ્રીટ કરે છે.

શમિતા શેટ્ટીઃ
શિલ્પા શેટ્ટીની બહેનને પણ બિલાડી ખૂબ જ પસંદ છે અને તેણે પણ એક બિલાડી પાડી છે. શમિતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભલે ખાસ એક્ટિવ ના હોય પણ તે લાઈમલાઈટમાં રહેતી હોય છે સોશિયલ મીડિયાને કારણે શમિત્તા શેટ્ટી પણ પોતાની બિલાડી સાથે પોઝ આપવાની એક પણ તક ગુમાવતી નથી.

દિશા પટણીઃ
દિશા પટણીને પણ બિલાડી પ્રત્યે વિશેષ પ્રેમ છે. દિશાની બિલાડીનું નામ જેસ્મિન છે અને તે એકદમ કેમેરા ફ્રેન્ડલી છે. કેમેરાને જોઈ જેસ્મિન દિશા સાથે મળીને ક્યુટ ક્યુટ પોઝ અને એક્સપ્રેસશન આપતી જોવા મળે છે.

નુસરત ભરુચાઃ
બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચા પણ બિલાડીપ્રેમી છે અને તે પોતાના આ ફરી ફ્રેન્ડ સાથેના મેજિલકલ મોમેન્ટ્સ અવારનવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે. નુસરત બિલાડી સાથેના ફોટોની સાથે સાથે જ તેની લેઝી આફટરનૂન, અનકંડિશનલ લવ, કેમેરા, નેપ ટાઈમના ફોટો પણ શેર કરે છે.

જિમ સારભઃ
સ્ક્રીન પરનો એવો વિલન એટલે કે જિમ સારભ કે જેને જોઈને દર્શકોને ડર લાગે પણ આ વિલનને પણ બિલાડીઓ ખૂબ જ ગમે છે. જિમ પણ પોતાની પાલેળી બિલાડી સાથે ફોટોઝ ક્લિક કરીને સોશિયલ મીડિયા પર શેર કરતો જોવા મળે છે.

રિચા ચઢ્ઢાઃ
રિચા ચઢ્ઢાએ પણ એક બિલાડી પાડી છે અને તેણે આ બિલાડીનું નામ કમલી પાડ્યું છે. બિલાડી પણ જાણે પોતાના નામને યથાર્થ સાબિત કરતી હોય એવી જ છે. રિચા અવારનવાર કમલી સાથે સમય પસાર કરતા, મસ્તી કરતાં ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી જોવા મળે છે.

આપણ વાંચો:  સૈયારા નહીં પોતાને વાંકે બોક્સ ઓફિસ પર ફસડાઈ પડી સન ઓફ સરદાર-2 અને ધડક-2

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button