મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Janhvi Kapoorના ઘરનો ખૂણેખૂણો મહેંકે છે આ Special Personની યાદથી…

હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા ને કે આખરે કોણ છે એ સ્પેશિયલ પર્સન કે જેની યાદોથી બી-ટાઉનની એક્ટ્રેસ જાન્હવી કપૂરના ઘરનો ખૂણેખૂણો મહેંકે છે? ચાલો અમે તમને એ વિશે જણાવી જ દઈએ. એક્ટ્રેસ હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહેતી હોય છે. પાછા બેક ટુ ટ્રેક આવીએ અને વાત કરીએ કે જાન્હવી કપૂરના ઘરની તો તે મુંબઈમાં આલિશાન ડ્યુપ્લેક્સમાં રહે છે. આ ઘર એક્ટ્રેસે હાલમાં જ ખરીદ્યું છે અને જાન્હવીએ ઘરમાં વ્હાઈટ થીમ રાખી છે અને એ ક્લાસિક અને મોર્ડન ઈન્ટિરિયરનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એક્ટ્રેસનું ડ્યુપ્લેક્સ ફ્લેટ અંદરથી એકદમ ફાઈવસ્ટાર હોટેલ જેવું લાગે છે. જહાન્વીએ પોતાના ઘરને ખૂણેખૂણો માતા શ્રીદેવીના ફોટાઓ અને યાદોથી સજાવ્યું છે.

એક્ટ્રેસના ઘરના ખૂણેખૂણો શ્રીદેવીની યાદોની મહેંકથી મહેંકી ઉઠ્યો છે. પણ તેમ છતાં એક પેઈન્ટિંગ છે જે જાન્હવીના ઘરમાં એકદમ ખાસ છે અને મળી રહેલી માહિતી પ્રમાણે આ પેઈન્ટિંગ ખૂદ શ્રીદેવીએ બનાવી હતી. જ્હાન્વીના ઘરની કિંમતની વાત કરીએ તો તેની કિંમત આશરે 65 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જ્હાન્વીની પર્સનલ લાઈફની વાત કરીએ તો જહાન્વી કપૂર તેની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. તે અવારનવાર તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે મંદિરો કે મુંબઈના ક્લબની બહાર પાર્ટી કરતી જોવા મળે છે. જોકે, બંનેમાંથી કોઈએ આ રિલેશનશિપ વિશે ખુલીને કંઈ પણ કહ્યું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button