સિંગર અને એક્ટર પ્રશાંત તામાંગના નિધન પર પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું તેમનું મૃત્યુ એ…

સિગિંગ રિયાલિટી ટીવી ઈન્ડિયન આઈડલ-થ્રીના વિજેતા અને જાણીતા સિંગર અને એક્ટર પ્રશાંત તામાંગનું રવિવારે નિધન થયું છે. પ્રશાંતના અચાનક અવસાનથી સંગીત ક્ષેત્ર અને તેમના લાખો ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. આ બધા વચ્ચે પ્રશાંત તમાંગની પત્નીએ તેના મૃત્યુને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું છે પ્રશાંતની પત્નીએ પોતાના પતિના મૃત્યુને લઈને-
પ્રશાંતના નિધન બાદ તેમની પત્ની માર્થા એલીએ પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેમના અંતિમ સમય વિશે ભાવુક ખુલાસો કર્યો છે. પ્રશાંત તામાંગના નિધનને લઈને સોશિયલ મીડિયા પર જાત જાતની ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે તેમની પત્ની માર્થા એલીએ સ્પષ્ટતા કરી છે કે પ્રશાંતની ડેથ એ એક નેચરલ ડેથ છે.

માર્થા એલીએ પ્રશાંતના મૃત્યુને લઈને સ્પષ્ટતા કરી હતી કે જ્યારે પ્રશાંત અમને છોડીને ગયા ત્યારે તેઓ નિદ્રામાં હતા. એ સમયે હું તેમની સાથે જ હતી. આ એક નેચરલ ડેથ છે. માર્થાએ વધુમાં એવું પણ ઉમેર્યું હતું કે, સમગ્ર વિશ્વમાંથી મને ફોન આવી રહ્યા છે. જેમને હું ઓળખું છું અને જેમને નથી ઓળખતી, તે તમામ લોકો સાંત્વના પાઠવી રહ્યા છે. ચાહકો પ્રશાંતની છેલ્લી ઝલક જોવા માટે હોસ્પિટલ અને ઘરની બહાર ઉમટી પડ્યા હતા.
પોતાના પતિ પ્રશાંત પ્રત્યેના લોકોના પ્રેમને જોઈને તેની પત્ની માર્થા ભાવુક થઈ ગઈ હતી. માર્થાએ જણાવ્યું હતું કહ્યું, હું ક્યારેય બહાર ગઈ નથી, પરંતુ આજે જોયું કે લોકો તેમને કેટલો સપોર્ટ કરતા હતા. સોશિયલ મીડિયા પર મેસેજ, રીલ્સ અને ગીતો દ્વારા લોકોએ જે પ્રેમ આપ્યો છે તે બદલ આભાર. હું ઈચ્છું છું કે હવે તેમને વધુ પ્રેમ મળે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરજો.
પ્રશાંત તમાંગની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો તેણે પોતાની સફર એક સિંગર તરીકે શરૂ કરી હતી અને ઈન્ડિયન આઈડલનું ટાઈટલ જીત્યા બાદ તેની જિંદગી બદલાઈ ગઈ હતી. મ્યુઝિકની સાથે સાથે જ પ્રશાંતે એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો હતો અને નેપાળી ફિલ્મ ‘ગોરખા પલટન’ દ્વારા એક્ટિંગમાં પદાર્પણ કર્યું હતું.

પ્રશાંતે લોકપ્રિય વેબ સિરીઝ ‘પાતાલ લોક 6’ માં પણ જોવા મળ્યા હતા. પ્રશાંત તામાંગના અપકમિંગ પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે, પરંતુ પ્રશાંતના ફેન્સ માટે આ ફિલ્મ ખૂબ જ ખાસ હશે એ વાતમાં કોઈ શંકા નથી.



