લૉસ એન્જલસઃ સોમવારની સવારે જ ભારત માટે ખૂબ ખુશીના સમાચાર આવ્યા છે. રવિવારે લોસ એન્જલસમાં 66મો ગ્રેમી એવોર્ડ યોજાયો હતો. આ એવોર્ડમાં ગાયકો ટેલર સ્વિફ્ટ, ઓલિવિયા રોડ્રિગો, માઇલી સાયરસ અને લાના ડેલ રેએ ઘણા ગ્રેમી એવોર્ડ જીત્યા છે, આ સાથે ભારતના ચાર સંગીતકારો પણ ઝળક્યા છે. ગ્રેમી એવોર્ડ્સ 2024 માં પણ ભારતીય સંગીતકારોએ કમાલ કરી છે. ગાયક શંકર મહાદેવન (Shankar Mahadevan) અને તબલાવાદક ઝાકિર હુસૈન (Zakir Hussain) સહિત ચાર સંગીતકારોએ આ એવોર્ડ જીત્યો હતો.
શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ ‘ધીસ મોમેન્ટ’ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો હતો. ગ્રેમીએ X પર પોસ્ટ શેર કરી અને લખ્યું, શ્રેષ્ઠ વૈશ્વિક મ્યુઝિક આલ્બમ વિજેતા – ‘ધીસ મોમેન્ટ’ શક્તિને અભિનંદન.’ ભારતીય સંગીતકાર અને ગ્રેમી વિજેતા રિકી કેજે સ્ટેજ પર તેમના ભાષણનો વિડિયો શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યા છે.
કેજે તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, શક્તિએ ગ્રેમી જીત્યો. આ આલ્બમ દ્વારા 4 તેજસ્વી ભારતીય સંગીતકારોએ ગ્રેમી એવોર્ડ જીત્યો!! જસ્ટ અમેઝિંગ. ભારત દરેક દિશામાં ચમકી રહ્યું છે. તેણે આગળ લખ્યું, શંકર મહાદેવન, સેલ્વગણેશ વિનાયક્રમ, ગણેશ રાજગોપાલન, ઉસ્તાદ ઝાકિર હુસૈન અને ઉસ્તાદ ઝાખિર હુસૈન,વાંસળી વાદક રાકેશ ચૌરસિયા સાથે બીજા ગ્રેમી જીત્યા.
શંકર મહાદેવને તેમના ભાષણમાં તેમની પત્નીનો સાથ આપવા બદલ આભાર માન્યો હતો. તેણે કહ્યું, ભગવાનનો આભાર, પરિવાર, મિત્રો અને ભારતનો આભાર. અમને તમારા ભારત પર ગર્વ છે. સૌથી છેલ્લે, હું આ એવોર્ડ મારી પત્નીને સમર્પિત કરવા માંગુ છું, જેમને મારા સંગીતની દરેક સિદ્ધિ સમર્પિત છે.