મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

આ ઘટનાએ વરૂણ ધવનને બદલી નાખ્યો, રામાયણ, મહાભારત વાંચવા માંડ્યો

બોલિવૂડ અભિનેતા હાલમાં તેની ફિલ્મ બેબી જોનના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એટલી દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં તે પિતાના રોલમાં છે. તે જોરશોરથી ફિલ્મનો પ્રચાર કરી રહ્યો છે અને ઇન્ટરવ્યુ પણ આપી રહ્યો છે. હાલમાં જ તે કપિલ શર્માના શોમાં પણ જોવા મળ્યો હતો.

હાલમાં જ વરૂણ ધવને એક ઇન્ટરવ્યુમાં તેના મુશ્કેલ સમયગાળા વિશે વાત કરી હતી. જ્યારે વરૂણને પૂછવામાં આવ્યું કે તેના જીવનમાં એવી કઇ ક્ષણ છે, જેણે તેને સંપૂર્ણપણે બદલી નાખ્યો. આ સવાલના જવાબમાં વરુણે તેના ડ્રાઇવર મનોજની વાત કહી હતી. વરૂણે જણાવ્યું હતું કે તેનો ડ્રાઇવર મનોજ છેલ્લા 26 વર્ષથી તેની સાથે હતો. તેનું જ્યારે નિધન થયું ત્યારે તે એકદમ હચમચી ગયો હતો. તેણે કહ્યું હતું કે આ અકસ્માત પહેલા તે એકદમ અલગ વ્યક્તિ હતો અને આ અકસ્મા પછી તે અકદમ અલગ વ્યક્તિ બની ગયો છે.

વરુણે જણાવ્યું હતું કે, મને એમ જ લાગતું હતું કે હું હીરો છું અને હું બધું જ કરી શકું છું, પણ તે દિવસે હું નિષ્ફળ ગયો. મનોજ મારો ડ્રાઇવર હતો. હું મનોજની ઘણી નજીક હતો. અમે કોઇ કામ કરી રહ્યા હતા અને અચાનક મનોજને હાર્ટ એટેક આવ્યો, અને તેનું મૃત્યુ થયું. મેં તેને સીપીઆર આપ્યું અને તેનો જાન બચાવવાની કોશિશ કરી, પણ હું તેને બચાવી નહી શક્યો. તેણે મારા ખોળામાં દમ તોડ્યો. અમે તેને લીલાવતી હૉસ્પિટલમાં પણ લઇ ગયા, પણ તેને બચાવી નહીં શકાયો.

આ પણ વાંચો…આ ફિલ્મી સિતારાઓના ઝઘડા છે જગજાહેર

વરૂણે કહ્યું, તે દિવસે હું અંદરથી એકદમ હચમચી ગયો. મને આ દુઃખમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો. જીવનની ક્ષણભંગુરતા મને સમજાઇ ગઇ. મેં કામ કરવાનું પણ બંધકરી દીધું. તમે જોશો કે બે વર્ષથી મારી કોઇ ફિલ્મ આવી નથી. હું અંદરથી એકદમ તૂટી ગયો હતો. મારી ફિલ્મ બેબી જોન હવે બે વર્ષ બાદ રિલીઝ થઇ રહી છે. મારા મનમાં ઘણા સવાલો ઉઠવા માંડ્યા હતા. જેના જવાબ મારી પાસે નહોતા. અકસ્માતો તમને હચમચાવી શકે છે પરંતુ તમે તેને રોકી શકતા નથી. આપણે કેટલા અસહાય અને લાચાર બની જઇએ છીએ. તો પછી હિરોગીરીનો દેખાડો શા માટે? આવા અનેક સવાલો મનમાં ઘુમરાતા હતા. આ જવાબો શોધવા માટે મેં ભગવદગીતા, મહાભારત અને રામાયણ જેવા ગ્રંથો વાંચવાના શરૂ કરી દીધા હતા. આ ગ્રંથો વાંચવાથી મને શાંતિ મળી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button