ભૂમિ પેડણેકરનો ક્રશ હતો આ એક્ટર, આમિર ખાન સાથે છે ખાસ સંબંધ

બોલીવૂડની દમદાર એક્ટ્રેસ ભૂમિ પેડનેકર હાલમાં પોતાની આગામી વેબ સીરિઝ દલદલને કારણે ચર્ચામાં છે. જોકે, આ સીરિઝ કરતાં પણ સૌથી વધુ ચર્ચા તેની આગામી ફિલ્મ અધૂરે હમ અધૂરે તુમની થઈ રહી છે. વાત કરીએ આ ફિલ્મ એટલી ખાસ કેમ છે એની તો આ ફિલ્મના માધ્યમથી લાંબા સમય બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચોકલેટી બોય ઈમરાન ખાન લાંબા સમય પછી મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. ઈમરાન ખાનને લઈને જ ભૂમિ પેડણેકરે એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે, આવો જોઈએ ભૂમિએ શું કહ્યું છે એ-
ભૂમિ પેડણેકરે હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના ક્રશ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે ભૂમિ પેડણેકરનું ક્રશ કોઈ બીજું પણ નહીં ઈમરાન ખાન છે. બોલીવૂડ એક્ટર ઈમરાન ખાન એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિ.પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા એક્ટર આમિર ખાનનો ભાણેજ છે. ઈમરાન ખાને પોતાની પહેલી જ ફિલ્મ ‘જાને તુ યા જાને ના’ થી લાખો યુવતીઓના દિલ જીતી લીધા હતા, જેમાંથી એક ભૂમિ પેડણેકર પણ હતી.
આ પણ વાચો : સોનમ કપૂર પછી હવે સોશિયલ મીડિયા પર અનિલ કપૂરનો લૂક ચર્ચામાં, યૂઝરે કહ્યું ‘ઝક્કાસ’!
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ભૂમિએ ખુલાસો કર્યો હતો કે મને ઈમરાન ખાન પર ક્રશ હતો. ભૂમિએ જણાવ્યું કે તેણે ઈમરાનનો ફોટો ‘વોગ’ (Vogue) મેગેઝિનના કવર પેજ પર જોઈ હતી અને ત્યારથી જ તે તેની ફેન બની ગઈ હતી. ભૂમિ માટે ઈમરાન સાથે કામ કરવું એ કોઈ સપનાથી ઓછું નથી.
ઈમરાન ખાનની વાત કરીએ તો ઈમરાન લગભગ 9થી 10 વર્ષના લાંબા વિરામ બાદ મોટા પડદાં પર કમબેક ફરી રહ્યો છે. ઈમરાને તેની કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી હતી, પરંતુ અંગત કારણોસર તેણે બ્રેક લીધો હતો. હવે ‘અધૂરે હમ અધૂરે તુમ’ દ્વારા તેની વાપસી તેના ફેન્સ માટે કોઈ ભેટથી ઓછી નથી.
આ પણ વાચો : આ ટીવી એક્ટ્રેસને ફ્રેશ લૂક જોઈને ફેન્સ પણ થયા મદહોશ, નજર હટાવવાનું થયું મુશ્કેલ…
અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની બીજી ખાસ વાત એ છે કે ઈમરાન ખાન ફરી એકવાર ડાયરેક્ટર દાનિશ અસલમ સાથે કામ કરી રહ્યો છે. દાનિશે જ ઇમરાનની હિટ ફિલ્મ ‘બ્રેક કે બાદ’ ડિરેક્ટ કરી હતી. આ જોડી ફરીથી શું નવું લાવે છે તે જોવું રસપ્રદ રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ‘અધૂરે હમ અધૂરે તુમ’ સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. જોકે તેની ચોક્કસ રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મનું શૂટિંગ અને તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.


