સુખ કે સબ સાથીઃ ખરાબ સમયે પત્નીએ પણ સાથ ન આપ્યો અભિનેતાને

ફિલ્મોમાં ખાસ સફળ ન થઈ શકેલા અભિનેતા ઈમરાન ખાન પોતાની લાઈફસ્ટાઈલ અને અંગત જીવનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. તેણે વર્ષ 2011માં અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા અને 2019માં બંને એકબીજાથી અલગ થઈ ગયા. ત્યારથી આ કપલ અલગ રહેતા હતા પરંતુ બ્રેકઅપના કારણ વિશે કોઈએ કંઈ કહ્યું નથી. હવે આખરે ઈમરાને તેના લગ્ન તૂટવાની વાત કરી છે અને તેનું કારણ પણ જણાવ્યું છે.
અભિનેતાએ કહ્યું કે તે આ મામલે કોઈપણ પ્રકારની ગપસપ ઈચ્છતો નથી. તેણે એમ પણ કહ્યું કે હું તે સમયે મનમાં થતાં એક સંઘર્ષ સામે ઝઝૂમી રહ્યો હતો, તે સમયે મને કોઈએ સાથ આપ્યો નથી. જેના કારણે સંબંધોમાં ખટાશ આવી.
એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે હું તેના વિશે વધારે વાત નહીં કરું કારણ કે હું ગપસપ થાય તેમ ઈચ્છતો નથી, પરંતુ જ્યારે હું આ બધા બોજ અને સંઘર્ષ સાથે જીવી રહ્યો હતો ત્યારે મને કોઈએ સમજવાની કે સાથ આપવાની દરકાર કરી ન હતી.
ઈમરાને વધુમાં કહ્યું હતું કે બંને વચ્ચેના સંબંધો એવા નહોતા જેવા હોવા જોઈએ. બંને એકબીજા સાથે હોવા છતાં પણ સાથે નહોતા. મારા જીવનમાં ગમે તેટલી તકલીફો આવે હું એકલો જ સહન કરતો હતો.
આ પણ વાંચો : આમિરના ભત્રીજો ફરમાવી રહ્યો છે આ પરિણીત સુંદરી સાથે રોમાન્સ, બોલીવુડમાં કમબેકની ઉડી હતી અફવા
અવંતિકા અને ઈમરાનને એક દીકરી પણ છે જેનું નામ ઈમારા છે. લગ્નના 8 વર્ષ પછી, તેમના સંબંધોમાં ખટાશના સમાચાર આવવા લાગ્યા, જો કે બંનેમાંથી કોઈએ તેના પર પ્રતિક્રિયા આપી ન હતી. અવંતિકાએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સંકેત આપ્યો હતો. આખરે વર્ષ 2023માં બંનેએ નિર્ણય લીધો કે તેઓ એકબીજાથી અલગ થઈ રહ્યા છે.
ઈમરાન અભિનેતા આમિર ખાનનો નજીકનો સંબંધી છે, પરંતુ એક બે ફિલ્મો સિવાય તે વધુ ક્યાય દેખાયો નથી. હાલમાં પણ તેના હાથમાં પ્રોજેક્ટ્સ હોવાનું જાણવા મળ્યું નથી.