TMKOC લવર્સ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, બાપુજી ઉર્ફે ચંપકચાચા થયા ગુમ, મળ્યા એવી હાલતમાં કે…

લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહી છે. દરેક વર્ગના દર્શકોને સીરિયલના પાત્રોએ ઘેલું લગાવ્યું છે. ગોકુલધામ સોસાયટી ભારતીય દર્શકો માટે તેમના પરિવારનો જ એક હિસ્સો બની છે પછી એ બાપુજી હોય કે જેઠાલાલ હોય કે પછી ભીડે હોય કે પછી પોપટલાલ… હાલમાં સીરિયલમાં ટ્રેક ચાલી રહ્યો છે બાપુજી એટલે કે ચંપકલાલ ગડા ગુમ થઈ ગયા છે કે જેને કારણે આખી ગોકુલધામ સોસાયટી પરેશાન છે, ત્યારે બાપુજીને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે.
સોશિયલ મીડિયા પર ટીવી સિરીયલ તાક મહેતા કા ઉલટા ચશ્માની એક ક્લિપ વાઈરલ થઈ રહી છે. આ ક્લિપમાં બાપુજી ઉર્ફે ચંપકલાલ બીજે ક્યાંય નહીં પણ એક ઝાડ પર અટકી પડ્યા છે. પોપટલાલ, ભીડે અને ટપ્પુ સેનાને દાદાજીનું લોકેશન ખબર પડી ગઈ છે. આ વીડિયોમાં જોવા મળે છે કે પોપટલાલ જે ઝાડની નીચે ઊભો છે, એની ઉપર જ બાપુજી અટકી પડ્યા છે. પોપટલાલને બાપુજી ઝાડની ડાળી પર ફેંકીને મારે છે જેને કારણે લોકોને ખબર પડે છે કે બાપુજી ક્યાં છે.
ચંપકચાચાજીને જોઈને ગોકુલધામવાસીઓ ખુશ થઈ જાય છે અને ટપ્પુસેના ચાચાજીને ઝાડ પરથી નીચે ઉતારવા માંગે છે, પરંતુ ઝાડ પરથી ઉતરવાનો રસ્તો બાપુજીને સમજાતો નથી. ટપ્પુ પોતાના દાદાજીને નીચે ઉતારવા માટે ઝાડ પર ચઢે છે પણ તે પડી જાય છે. ચાચાજી પણ ઝાડ પર ભૂખ્યા-તરસ્યા બેઠા છે.
ચંપકચાચા માટે લોકો પાણીની વ્યવસ્થા કરે છે. પહેલાં બે બોટલ ફેંકીને ચાચાજી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે, પણ આવું કરતાં તેમના વાગે છે, ત્યાર બાદ ટપ્પુ સેના પોતાનું ભેજું લગાવે છે અને ચાચાજી સુધી પાણી પહોંચાડે છે. આટલામાં માધવી પોતાના પતિ ભીડેને ફોન કરે છે અને ભીડે માધવીને જણાવે છે કે ચાચાજી ઝાડ પર ફસાયેલા છે. ચાચાજી ભીડેને પત્ની માધવી સાથે વાત કરતાં જોઈને ગુસ્સો કરે છે.
આવનારા એપિસોડમાં દર્શકોને જોવા મળશે કે ઝાડ પર લટકી પડેલાં ચાચાજીને ઉતારી શક્યા નથી. અબ્દુલ સહિત આખું ગોકુલધામ ઝાડની આસપાસમાં ભેગું થઈ જાય છે. ચાચાજીની ખાતિરદારી ઝાડ પર જ કરવામાં આવી રહી છે. બાપુજીને ઝાડ પરથી ઉતારવાની ગોકુલધામવાસીઓની પેરવીઓ તમને હસાવવાનું કામ ચોક્કસ કરશે, એ વાતમાં કોઈ શંકા નથી…
આપણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓની જાહ્નવી કપૂર સહિત બોલિવુડ સ્ટારોએ નિંદા કરી



