મનોરંજન

Mithun Chakrabortyની હેલ્થને લઈને આવી મહત્ત્વની માહિતી, આવી હાલતમાં છે એક્ટર હોસ્પિટલમાં…

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી ગઈકાલે છાતીમાં દુઃખાવાની ફરિયાદને કારણે કોલકાતા ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને દર થોડાક સમયે હોસ્પિટલ દ્વારા મિથુનદા હેલ્થને લઈને અપડેટ આપવામાં આવે છે. હવે મિથુનદાના હેલ્થને લઈને એક મહત્ત્વની માહિતી સામે આવી છે. જોકે, ગઈકાલે એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે મિથુનદાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે.

આજે પશ્ચિમ બંગાળ ભાજપના વડા સુકાંત મજુમદાર પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીની ખબર કાઢવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમની સાથે વાત પણ કરી હતી. એક ન્યુઝ ચેનલમાં ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી આ મુલાકાતનો વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે જેમાં મિથુનદા બીજેપી નેતા સુકાંત મજમુદાર સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે

વડા સુકાંત મજુમદારે મીડિયા સાથે વાત કરી અને કહ્યું, ‘તેઓ હવે એકદમ ઠીક છે અને આવતીકાલે એટલે કે સોમવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ડોક્ટરોએ પણ મિથુનદાને થોડા દિવસ ઘરે આરામ કરવાની સલાહ આપી છે.

એક્ટર હાલમાં ડોકટરોના ઓબ્ઝર્વેશન હેઠળ છે અને આવતીકાલે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. અહીંયા તમારી જાણ માટે કે હાલમાં જ મિથુનદાને પદ્મ ભૂષણ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં જ ફિલ્મ ‘શાસ્ત્રી’માં જોવા મળશે, જેનું હાલમાં કોલકાતા ખાતે શૂટિંગ ચાલી રહ્યા છે. આટલું જ નહીં પણ દિગ્ગજ એક્ટરના ફેન્સ પણ તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે અને આતુરતાપૂર્વક તેની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button