શું ખરેખર Poonam Pandey HPDનો શિકાર છે? શું છે આ અજીબ બીમારી…
પોતાના જ મૃત્યુના ખોટા સમાચાર ફેલાવનાર એક્ટ્રેસ મોડલ પૂનમ પાંડેથી ફેન્સ અને સેલેબ્સ બધા ખૂબ જ નારાજ છે અને તેના આવા સસ્તા પબ્લિસિટી સ્ટન્ટ પર જાત જાતના રિએક્શન આવી રહ્યા છે. મોટાભાગના લોકોનું એવું માનવું છે કે સર્વાઈકલ કેન્સર કે કોઈ પણ બીમારી અંગે લોકોના જાગરૂક્તા ફેલાવવા માટે આ પ્રકારનું ગતકડું કરવું એ બિલકુલ યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે બીજી ફેબ્રુઆરીના ફેક ન્યૂઝ આવ્યા હતા કે સર્વાઈકલ કેન્સરને કારણે પૂનમ પાંડેનું નિધન થઈ ગયું હતું.
આ એક એવા પ્રકારનું કેન્સર છે કે જેને કારણે દર વર્ષે લાખો લોકોનું મૃત્યુ થાય છે. જોકે, આ પહેલી વખત નથી કે પૂનમે આ રીતે લાઈમલાઈટ લૂંટવા કે ચર્ચામાં આવવા માટે આવું કોઈ ગતકડું કર્યું હોય. આ પહેલાં પણ તે આવું કરી ચૂકી છે અને એને કારણે જ એવા સવાલો થઈ રહ્યા છે કે પૂનમ પાંડે HPDનો શિકાર તો નથી ને? સાઈકોલોજિસ્ટ આ પ્રકારના સ્ટન્ટને સામાજિક સ્વરૂપે બિલકુલ યોગ્ય નથી માનતા.
તેમનું એવું માનવું છે કે સોશિયલ મીડિયાના સમયમાં એટેન્શન મેળવવા માટે લોકો આ પ્રકારના ગતકડાં કરે છે, પરંતુ પૂનમ પાંડેએ મૃત્યુ ડેવા ગંભીર વિષયને જ મજાક બનાવી દીધો છે. એટેન્શન મેળવવાના આ પ્રકારને સાઈકોલોજીમાં હિસ્ટ્રિયોનિક પર્સનાલિટી ડિસઓર્ડર (HPD) તરીકે ઓળખવામાં આવે છે.
HPD એટલે કે હિસ્ટેરિયોનિક પર્સનાલિટી ડિસઓર્ડર એ મેન્ટલ હેલ્થની એક સમસ્યા છે, જેમાં ભાવનાઓની અસ્થિરતા, સેલ્ફ ઈમેજની ચિંતા અને એટેન્શન મેળવવાની ખૂબ જ ઈચ્છા રહે છે. આવા લોકો ધ્યાન આકર્ષિત કરવા માટે હંમેશા ડ્રામા, અજીબોગરીબ હરકત કરતાં રહે છે. તેમને એ વાતનો અહેસાસ થતો જ નથી કે તેમનો વ્યવહાર અને વિચારવાની પ્રણાલી લોકો માટે સમસ્યા પેદા કરી શકે છે.
આ એક દુર્લભલ ડિસઓર્ડર છે અને સંશોધકોના મતે આશરે એક ટકા લોકોમાં આ સમસ્યા હોઈ શકે છે. એચપીડીની ઓળખ કઈ રીતે કરશો. આ રહ્યા સિમ્પલ સ્ટેપ્સ- એટેન્શન મેળવવા માટે સૌથી વધુ ભાવનાત્મકતા અને કામુકતાનો સહારો લેવોએટેન્શન ના મળતા દુઃખી થઈ જવું ખૂબ જ વધારે ડ્રામા કે ઈમોશન બિહેવિયર રાખવું આકર્ષક દેખાવવા માટે અને લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે અજીબ કપડાં પહેરવા, મેકઅપ કરવો…