મનોરંજન

IMDbની ટોપ 250 ફિલ્મની યાદી જાહેરઃ ટોપ 20માં છે ઘણી લૉ બજેટ ફિલ્મો

મસમોટા સેટ્સ, ટોપ કાસ્ટિંગ અને કોરોડનો ખર્ચ તેમ જ માર્કેટિંગ માટે અવનવા પેતરાં, તેમ છતાંય ફિલ્મો તો જે દર્શકોને ગમે તે જ ચાલે. આવી 250 ફિલ્મની યાદી IMDbએ જાહેર કરી છે, જેમાં ટૉપ પર વિધુ વિનોદ ચોપરાની 12 ફેલ છે. આ સાથે ટોપ-20માં જે ફિલ્મો છે, તેમાં ઘણી લૉ બજેટ છે તો ઘણી ફિલ્મોમાં કોઈ ટોચનો સુપરસ્ટાર નથી કે નથી જાજરમાન સેટ્સ. પણ ફિલ્મનો હીરો હંમેશાં વાર્તા હોય છે અને તે વાર્તાને કેવી માવજતથી દર્શકો સામે રજૂ કરવામાં આવે છે, તે ફિલ્મનું ભાવિ નક્કી કરે છે.

વાત કરીએ અત્યાર સુધીની ટોચની ફિ્લ્મોની તો તેમાં મહારાજા, કંટારા અને લપતા લેડીઝ જેવી સમકાલીન હિટ ફિલ્મોની સાથે, યાદીમાં ભારતીય સિનેમાની વિવિધતાને પ્રતિબિંબિત કરતી જાને ભી દો યારો, પરિયારામ પેરુમલ અને પાથેર પંચાલી જેવી ક્લાસિક ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. એકંદરે, સૂચિમાં સામેલ 250 ફિલ્મોને IMDb પર 85 લાખથી વધુ મત મળ્યા છે.

22 સપ્ટેમ્બર, 2024 સુધીની ટોચની 20 ફિલ્મોની યાદીમાં

  1. 12મું નાપાસ
  2. રાઉન્ડ માલ
  3. નાયકન
  4. મહારાજા
  5. અપુર સંસાર
  6. અંબે શિવમ
  7. પરિયારામ પેરુમલ
  8. 3 ઇડિયટ્સ
  9. #ઘર
  10. મણિચિત્રથાઝુ
  11. બ્લેક ફ્રાઇડે
  12. કુંબલાંગી નાઇટ્સ
  13. રોકેટરી: ધ નમ્બી ઇફેક્ટ
  14. 777 ચાર્લી
  15. કિરીડમ
  16. કંચરાપાલેમ
  17. પૃથ્વી પરના તારા
  18. સંદેશમ
  19. દંગલ
  20. લાપત્તા લેડીઝ

    આ યાદીમાં 2024ની 5 ફિલ્મોનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો : ગોવિંદાને ગોળી વાગી તો દુશ્મની ભૂલાવી પહોંચી ગઇ કાશ્મીરા શાહ

    યાદીમાં સૌથી જૂની ફિલ્મ સત્યજીત રેની ક્લાસિક પાથેર પાંચાલી છે, જે 1955માં રિલીઝ થઈ હતી. સાત ફિલ્મો સાથે, નિર્દેશક મણિરત્નમ આ યાદીમાં સૌથી વધુ ફિલ્મો ધરાવતા દિગ્દર્શક છે. તે પછી અનુરાગ કશ્યપ સાથે છ ફિલ્મો છે.

    ઘણી ફિલ્મોની સિક્વલનો પણ સમાવેશ છે. જેમાં દૃશ્યમ મલ્યાલમ અને હિન્દી એમ બન્નેની બન્ને સિક્વલ ટૉપ 250ની યાદીમાં છે.

    આ ફિલ્મની યાદી સાબિત કરે છે કે ન શાહરૂખ ખાન કે ન રજનીકાંત ફિલ્મને આગળ વધારી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button