IMDb રેટિંગમાં બાપ કરતા બેટો આગળ નીકળી ગયોઃ જૂઓ શાહરૂખ ખાન ક્યા નંબર પર

બાપ કરતા બેટા સવાયા નીકળે તો બાપને આનંદ જ થાય. બોલીવૂડ બાદશાહ તરીકે જાણીતા શાહરૂખ ખાન સાથે આવું જ થઈ રહ્યું છે. અભિનેતાનો દીકરો આર્યન ખાન ડિરેક્ટર તરીકે પહેલી જ વેબસિરિઝથી છવાઈ ગયો છે. બોલીવૂડ બેડ્સ નામની સિરિઝ બનાવી તેણે પોતાની ટેલેન્ટ સાબિત કરી છે. આ સિરિઝને ઘણા સારા રિવ્યુ મળ્યા છે, પણ હવે આઈએમડીબી રેટિંગમાં પણ દીકરો બાપની આગળ નીકળી ગયો છે. તો ચાલો જાણીએ દીકરો ક્યાં છે અને બાપ ક્યા છે.
આપણે ટોપ-10માં નંબર 10થી શરૂ કરીએ તો દસમા નંબર પર પણ આર્યન ખાનની સિરિઝનો એકટર રજત બેદી છે. રજતે જરાસ સક્સેનાનો રોલ કર્યો છે. સિરિઝની પ્રિમિયર પાર્ટીમાં રજત કરતા તેની દીકરી વેરાની ચર્ચા વધારે થઈ.
આ પણ વાંચો: બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો નવો લુક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ
નંબર 10 પર છે ફિલ્મ મિરાયની હીરોઈન શ્રેયા સરન અને નંબર 8 પર મિરાયનો હીરો તેજ સજ્જા છે.
નંબર નવ પર આર્યન ખાનની સિરિઝમાં જરાજ સક્સેનાનો રોલ કરનારા રજત બેદીને સ્થાન મળ્યું છે. સિરિઝની પ્રિમિયર પાર્ટીમાં ઘણા વખત પછી દેખાયલા રજતની દીકરી વેરા સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

હવે વાત કરીએ નબંર સાતની તો તમને જાણીને નવાઈ લાગશે કે આ નંબર પર બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન બિરાજમાન છે. એસઆરકે આ રેટિંગમાં છેક સાતમા નંબરે છે.
બાપ કરતા એક સ્ટેપ આગળ છે આર્યન ખાન. IMDb રેટિંગમાં તે છઠ્ઠા ક્રમાંકે છે. બેડ્સ ઓફ બોલીવૂડના ડિરેક્ટર તરીકે તેણે સારું કામ કર્યું છે
આ પણ વાંચો: સલમાનની ‘ફ્લોપ ફિલ્મો’નું લિસ્ટ જાણો, અમુક ફિલ્મના નામ તો યાદ પણ નહીં હોય!

અનીત પડ્ડા રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ હતી, પરંતુ સૈયારાની હીરોઈન રેટિંગમાં પાછળ છે, તે પાંચમા નંબર પર છે.
નંબર ચાર પર ફરી બેડ્સ ઓફ બોલીવૂડનો સ્ટાર છે. સિરિઝનો હીરો આસમાન સિંહ એટલે કે લક્ષ્ય લાલવાણી રેટિંગમાં ચોથા ક્રમાંકે છે.
જ્યારે ફિલ્મ સૈયારાનો હીરો અહાન પાંડે ત્રીજા નંબર પર છે. અહાન એક જ ફિલ્મથી રેટિંગ્સમાં સ્થાન મળેવી ગયો છે.
હવે વાત નંબર 2 અને વનની તો આ બન્ને નંબર પર બે ન્યૂ કર્મર હીરોઈન છે અને બન્ને એક જ સિરિઝમાં કામ કરી ચૂકેલી છે. તમે બરાબર સમજ્યા બોલીવૂડ બેડ્સની બે હીરોઈનો રેટિંગ્સમાં આગળ નીકળી ગઈ છે. નંબર-2 પર ફિલ્મમાં કરિશ્મા તલવારનો રોલ નિભાવી રહેલી સહર બાંબા છે. સિરિઝમાં તેણે નેપોકિડ્સનો રોલ કર્યો છે. બોબી દેઓલની દીકરી અને હીરોઈન તરીકે એકદમ ગ્લેમરસ લાગતી સહર લોકોને ગમી ગઈ છે.
નંબર વન પર છે બોલીવૂડ બેડ્સની સાન્યા એટલે કે આન્યા સિંહ. આન્યાએ અગાઉ ઘણા નાના રોલ કર્યા છે, પણ આ સિરિઝથી તેણે ટોપ રેટિંગ મેળવી લીધો છે.