Happy Happyr: ઈલિયાના ડી’ક્રૂઝે કરી મોટી જાહેરાત, ચાહકોએ આપ્યા અભિનંદન
મુંબઈઃ 2024ના વિદાય સાથે 2025ના આગમન અંગે બોલીવુડના અનેક કલાકારોએ આગવી રીતે તેમના ચાહકોને શુભેચ્છા આપી હતી, જેમાં બોલીવુડની જાણીતી અભિનેત્રી ઈલિયાના ડીક્રુઝે આગવી રીતે શુભેચ્છા આપી હતી. ઇલિયાના ડી’ક્રૂઝે તેના ઇન્સ્ટાગ્રામ પર ૨૦૨૪નો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં મોટા ભાગના ફોટા અને ક્લિપ્સ તેના પતિ માઇકલ અને બેબી બોય કોઆ ફીનિક્સ ડોલનના હતા, જેમાં પોતે પ્રેગનન્ટ હોવાના ન્યૂઝ આપ્યા હતા.
જોકે, લોકોનું એ તરફ ધ્યાન નહોતું કે ‘ઓક્ટોબર’ સેગમેન્ટમાં અભિનેત્રીએ એક ક્લિપ મૂકી હતી જેમાં તે કેમેરાની સામે તેની ગર્ભાવસ્થા પરિક્ષણનું પરિણામ જોવા મળ્યું હતું અને ‘પ્રેગ્નન્ટ’ શબ્દ સ્પષ્ટ જોવા મળ્યો હતો. અભિનેત્રીએ આજે તેની નવા વર્ષની પોસ્ટમાં તે બીજી વખત પ્રેગ્નન્ટ હોવાની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા છે.
વીડિયો શેર કરતી વખતે ઇલિયાનાએ લખ્યું, ‘પ્રેમ, શાંતિ. આશા છે કે ૨૦૨૫માં આમાં વધારો થશે. તેણે વીડિયો અપલોડ પણ કર્યો હતો. આ મેસેજ પર નેટિઝન્સે અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. એક ચાહકે પૂછ્યું હતું કે ‘બીજું બાળક ૨૦૨૫માં આવી રહ્યું છે?’ જ્યારે બીજાએ લખ્યું હતું ‘વાહ! ફરી અભિનંદન!’ ઘણા લોકો અભિનેત્રી પર પ્રશ્નોનો મારો ચલાવી રહ્યા છે અને તેને અલગથી પોસ્ટ કરીને આ સમાચારની મોટી જાહેરાત કરવા વિનંતી કરી રહ્યા છે.
આ પણ વાંચો: Happy Birthday: લગ્ન વિના માતા બનાવાનું બોલ્ડ ડિસિઝન લઈ સૌને ચોંકાવ્યા
તમને જણાવી દઈએ કે ઈલિયાનાએ માઈકલ ડોલન સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા અને ઓગસ્ટ ૨૦૨૩માં તેણે પોતાના પહેલા બાળક કોઆ ફોનિક્સ ડોલનને જન્મ આપ્યો હતો. અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બાળકની તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ અગાઉના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે નથી ઈચ્છતી કે તેનું અંગત જીવન લાઇમલાઇટમાં આવે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઇલિયાનાની છેલ્લી બોલિવૂડ ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’ હતી, જેમાં તેણે નોરાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલન, પ્રતિક ગાંધી અને સેંધિલ રામામૂર્તિ પણ હતા. તેણે હજુ સુધી તેના આગામી પ્રોજેક્ટની વિગતો જાહેર કરી નથી. હાલમાં તે પુત્ર અને પતિ સાથે સમય વિતાવી રહી છે.