સ્ટેજ પર હજારો લોકોની સામે આ કોના પગે પડી Aishwarya Rai-Bachchan, વીડિયો થયો વાઈરલ…

અબુધાબીમાં યોજાઈ રહેલાં આઈફા એવોર્ડ્સ-2024 બોલીવૂડ તેમ જ સાઉથના સુપરસ્ટાર પોતાના દિલકશ અંદાજમાં જલવો બિખેરી રહ્યા છે પણ આ બધામાં સૌથી વધુ લાઈમલાઈટ કોઈએ ચોરી હોય તો તે છે બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)એ. પરંતુ ગઈકાલે રાતે ઐશ્વર્યાએ રાતે કંઈક એવું કર્યું હતું કે જેની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે.
આવો જોઈએ આખરે એવું તે શું કર્યું-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં આઈફા એવોર્ડ્સ-2024મા મણિરત્નમને ફિલ્મ પોન્નિયિન સેલવનઃ2 માટે બેસ્ટ ડિરેક્ટર (તમિળ)નો એવોર્ડ આપવામાં આવ્યો અને આ એવોર્ડ ઐશ્વર્યાએ મણિરત્નમને આપ્યો. એવોર્ડ આપીને ગુરુ અને લેજેન્ડરી ડિરેક્ટરને એવોર્ડ આપતા પહેલાં મણિરત્નમના પગે પડીને આશિર્વાદ લીધા અને તેમને શુભેચ્છા આપી હતી.
વિદેશમાં પણ ઐશ્વર્યાએ પોતાના સંસ્કારો નથી ભૂલી અને મણિરત્નમ માટેનો આદર અને સન્માન જોઈને ફેન્સ પણ આ બ્યુટી ક્વીનના દિવાના બની ગઈ છે. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો આ મણિરત્નમનો પગે પડતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સને બચ્ચન પરિવારની વહુના સંસ્કારો જોઈને તેના વખાણ કરતાં થાકી નથી રહ્યા.
ઐશ્વર્યાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હું શરૂઆતથી જ ખૂબ ભાગ્યશાળી રહ્યો છું કે મને મારી પહેલી ફિલ્મમાં મણિરત્નમ સર સાથે કામ કરવાનો મોકો મળ્યો. મારા માટે એ ખૂબ જ ગર્વની વાત છે કે તેમણે મને પોતાની ફિલ્મ પોન્નિયિન સેલવનમાં નંદિનીનો રોલ કરવાની તક આપી.
વાત કરીએ ઐશ્વર્યા અને આરાધ્યાના આઉટફિટની તો આ એવોર્ડ ફંક્શનમાં ઐશ્વર્યા ઓલ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી અને પોતાના ગ્રેસફૂલ લૂકથી તેણે ઈવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા તો ફેન્સને પણ આરાધ્યાનો બોસી લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આરાધ્યાએ વ્હાઈટ કલકનો કોટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. વ્હાઈટ કોટ પર ડાયમંડથી વર્ક કરવામાં આવ્યું છે જ્યારે ઐશ્વર્યાના બ્લેક કોટ પર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું છે. મા-દીકરીની આ જોડીએ હર હંમેશની જેમ લાઈમલાઈટ ચોરી લીધી હતી.