મનોરંજન

આઈફા એવોર્ડમાં સાઉથના તડકા બાદ હવે ચાલશે બોલિવૂડનો જાદુ…

સિનેમાને લગતા ઘણા એવોર્ડ છે જેની સ્ટાર્સ આતુરતાથી રાહ જુએ છે. બોલિવૂડના સૌથી ભવ્ય અને પ્રતિષ્ઠિત ગણાતા IIFA 2024 એવોર્ડ ફંક્શનમાં ભાગ લેવા બધા સિતારાઓ અબુધાબી પહોંચી ગયા છે. આ એવોર્ડ ફંક્શન ત્રણ દિવસ ચાલવાનું છે. એક દિવસ પૂરો થઇ ગયો છે. પહેલા દિવસે ઉત્સવમ કાર્યક્રમમાં સાઉથ સ્ટાર્સે પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. પહેલો દિવસ સાઉથ ઈન્ડસ્ટ્રીના નામે રહ્યો હતો અને સાઉથની ફિલ્મો અને સ્ટાર્સને એવોર્ડ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ઉર્વશી રૌતેલાએ કર્યો ચોંકાવનારો ખુલાસોઃ આ બે અભિનેતા છે ડેટિંગ એપ્સ પર

ઉત્સવમનું આયોજન દક્ષિણના સ્ટાર્સ રાણા દગ્ગુબાતી અને તેજા સજ્જા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉત્સવમમાં સાઉથના સ્ટાર્સે પોતાનો જાદુ બતાવ્યો હતો. આ એવોર્ડમાં તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ઉદ્યોગના કલાકારોએ ભાગ લીધો હતો. એવોર્ડ ફંક્શનમાં બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને તમિલ ફિલ્મ પોનીયિન સેલવાન: IIમાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો.

હવે શનિવારનો આજનો દિવસ બોલિવૂડને સમર્પિત છે. આ દિવસને ફ્લેગશિપ નામ આપવામાં આવ્યું છે. આ દિવસે બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોનું સન્માન કરવામાં આવશે અને તેમને પુરસ્કાર આપવામાં આવશે. આ કાર્યક્રમનું સંચાલન શાહરૂખ ખાન અને કરણ જોહર કરશે. આજે બોલિવૂડ સ્ટાર્સ અહીં પોતાનો જાદુ બતાવશે. રેખા, શાહિદ કપૂર, કૃતિ સેનન, અનન્યા પાંડે, જાન્હવી કપૂર અને વિકી કૌશલ જેવા સ્ટાર્સ આ ઈવેન્ટમાં હાજર રહેશે.

IIFA 2024 એવોર્ડ્સના ત્રીજા અને છેલ્લા દિવસને ‘IIFA રોક્સ’ નામ આપવામાં આવ્યું છે. આ દિવસ ફિલ્મ જગત અને અન્ય કલા ક્ષેત્રના ડિઝાઇનરોને સમર્પિત છે. આ દિવસે પણ બોલિવૂડ કલાકારો અને સિંગર્સ અહીં પરફોર્મ કરશે અને તેમની પ્રતિભા દર્શાવશે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ