IIFA: ફિલ્મ ‘લાપતા લેડીઝ’એ આઇફામાં મચાવી ધૂમ, ફિલ્મએ જીત્યા 10 એવોર્ડ…
'ભૂલ ભૂલૈયા 3' માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે કાર્તિક આર્યને મારી બાજી

જયપુર: રાજસ્થાનના જયપુરમાં આયોજીત 2025 ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી’ (આઈફા) એવોર્ડ્સમાં કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ એ ધૂમ મચાવી અને સર્વશ્રેષ્ઠ ફિલ્મ અને સર્વશ્રેષ્ઠ ડિરેક્શન સહિત કુલ 10 એવોર્ડ જીત્યા હતા.
Also read : IIFA Awards ના વિનર્સની આ છે યાદીઃ જાણો તમારી ફેવરીટ ફિલ્મને એવોર્ડ મળ્યો કે નહીં…
ઓસ્કાર માટે પસંદ થયેલી ભારતીય ફિલ્મ ‘લાપતા લેડીઝ’ એ બધી મુખ્ય કેટેગરીઓમાં એવોર્ડ જીત્યા હતા. કિરણ રાવે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો જ્યારે નિતાંશી ગોયલે બેસ્ટ એક્ટ્રેસનો (મુખ્ય ભૂમિકા)નો એવોર્ડ જીત્યો હતો.
કિરણ રાવે કહ્યું હતું કે, ‘લાપતા લેડીઝ’ જેવી ફિલ્મ માટે એવોર્ડ જીતવો એ એક સૌભાગ્ય છે. આ એક શાનદાર રાત રહી હતી. આ પ્રકારની ફિલ્મ બનાવવી એ પોતાનામાં એક ખાસ અનુભવ છે. લોકો અમારી ફિલ્મ વારંવાર જોઈ રહ્યા છે તેનાથી મોટી ખુશી બીજી કોઈ હોઈ શકે નહીં.
અભિનેતા કાર્તિક આર્યનને ‘ભૂલ ભૂલૈયા 3′ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા (મુખ્ય ભૂમિકા)નો એવોર્ડ મળ્યો હતો. કાર્તિક આર્યને કહ્યું હતું કે, “’ભૂલ ભૂલૈયા’ મારા માટે પડકારોથી ભરેલી સફર રહી છે. જ્યારે મને ‘ભૂલ ભૂલૈયા 2’ માટે પસંદ કરવામાં આવ્યો ત્યારે પણ ઘણા સવાલો ઉઠી રહ્યા હતા કે શું હું આ ફિલ્મ કરી શકીશ. ‘ભૂલ ભૂલૈયા 3’ દરમિયાન પણ આ જ પરિસ્થિતિ રહી હતી.
એક્ટ્રેસ નિતાંશી ગોયલ ભાવુક થઈ ગઈ અને કહ્યું હતું કે તે બાળપણમાં ટેલિવિઝન પર આઇફા એવોર્ડ્સ જોતી હતી અને તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે પોતે આ સ્ટેજ પર ઉભી રહેશે.
તેમણે કહ્યું હતું કે, “આમીર ખાન પ્રોડક્શન્સની ફિલ્મનો ભાગ બનવું એ કોઈપણ કલાકાર માટે સ્વપ્ન જેવું હોય છે. આ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. લોકો ફૂલ (ફિલ્મમાં પાત્રનું નામ) ને ઘણો પ્રેમ આપી રહ્યા છે. ગોયલે ઉભરતા કલાકારોને મોટા સપના જોવાની સલાહ આપી હતી.
Also read : Jab we met again: કરીના કપૂર અને શાહીદ કપૂર બ્રેક અપ બાદ ફરી મળ્યા અને…
તેણીએ કહ્યું હતું કે, “જો હું અહીં ઉભી રહી શકું, તો તમે પણ અહીં પહોંચી શકો છો. સપના જુઓ, તે સાકાર થાય છે. ફિલ્મના સહ કલાકારો રવિ કિશન અને પ્રતિભા રાંટાને અનુક્રમે બેસ્ટ સપોટિંગ રોલ (પુરુષ) અને બેસ્ટ ડેબ્યૂ (મહિલા)ના પુરસ્કારો મળ્યા હતા. .
‘લાપતા લેડીઝ’ એ ટેકનિકલ કેટેગરીમાં પણ જીત મેળવી હતી. બિપ્લબ ગોસ્વામીને બેસ્ટ સ્ટોરી (ઓરીજનલ) અને સ્નેહા દેસાઈને બેસ્ટ સ્ક્રીન પ્લે અને જબીન મર્ચન્ટને બેસ્ટ એડિટીંગનો એવોર્ડ મળ્યો હતો.
મ્યૂઝિક કેટેગરીમાં પ્રશાંત પાંડેને ‘સજની’ ગીત માટે શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો અને રામ સંપતે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ જીત્યો હતો. ફિલ્મ ‘શૈતાન’ માટે જાનકી બોડીવાલાને બેસ્ટ સપોટિંગ રોલ (મહિલા)નો એવોર્ડ અને ‘કિલ’માં નેગેટિવ રોલ માટે રાઘવ જુયાલને શ્રેષ્ઠ ખલનાયકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ડેબ્યૂ કેટેગરીમાં કુણાલ ખેમુને ‘મડગાંવ એક્સપ્રેસ’ માટે સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ ડિરેક્ટર અને લક્ષ્ય લાલવાનીને ‘કિલ’ માટે શ્રેષ્ઠ ડેબ્યૂ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
બેસ્ટ સ્ટોરી (એડેપ્ટેડ)નો એવોર્ડ ‘મેરી ક્રિસમસ’ ના લેખકો શ્રીરામ રાઘવન, અરિજિત બિશ્વાસ, પૂજા સુરતી અને અનુકૃતિ પાંડેને મળ્યો હતો. ‘આર્ટિકલ 370’ માટે અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે અને મોનલ ઠાકરને બેસ્ટ ડાયલોગનો એવોર્ડ મળ્યો હતો.
ટેકનિકલ કેટેગરીમાં રાફે મહમૂદને ‘કિલ’ માટે બેસ્ટ સિનેમેટોગ્રાફી અને સુભાષ સાહુ, બોલોય કુમાર ડોલોઈ અને રાહુલ કાર્પેને બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
વિક્કી કૌશલની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ના ગીત ‘તૌબા તૌબા’ માટે બોસ્કો-સીઝરને શ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો એવોર્ડ મળ્યો હતો. ‘ભૂલ ભૂલૈયા 3’ માટે રેડ ચિલીઝ VFX ને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો એવોર્ડ મળ્યો હતો.
મ્યૂઝિક કેટેગરીમાં જુબિન નૌટિયાલને ‘આર્ટિકલ 370’ ના ‘દુઆ’ ગીત માટે બેસ્ટ સિંગર (મેલ) અને શ્રેયા ઘોષાલને ‘ભૂલ ભૂલૈયા 3’ ના ‘આમી જે તોમાર 3.0’ ગીત માટે બેસ્ટ સિંગર (ફિમેલ)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Also read : આ શું કર્યું કપૂર ખાનદાનની લાડકવાયીએ કે થઈ ગઈ વાઈરલ… તમે જ જોઈ લો…
આ સમારોહમાં પીઢ ફિલ્મ નિર્માતા રાકેશ રોશનને ભારતીય સિનેમામાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ તેમને પીઢ અભિનેત્રી રેખા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.