મનોરંજનસ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

ના ના કરીને પણ 10 IPL રમી….. MS ધોની અંગે શાહરુખ ખાને આપ્યું ચોંકાવનારુ નિવેદન

શાહરૂખ ખાન કરણ જોહર સાથે IIFA 2024 હોસ્ટ કરી રહ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં તેણે ડાન્સ ઉપરાંત મિમિક્રી પણ કરી હતી. જો કે, આ દરમિયાન કિંગ ખાને પોતાની સરખામણી ધોની સાથે કરી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કરણ જોહરે શાહરૂખને તેની નિવૃત્તિ વિશે એક પ્રશ્ન પૂછ્યો હતો. આ સવાલનો જવાબ આપતા બાદશાહ ખાને કહ્યું હતું કે દિગ્ગજોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ જાણે છે કે ક્યારે રોકાવું અને ક્યારે નિવૃત્ત થવું, જેમ કે સચિન તેંડુલકર, ફૂટબોલર સુનીલ છેત્રી અને મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરર.

ત્યારે કરણ કહે છે કે તમે ક્યારે નિવૃત્ત થઈ રહ્યા છો. આ સવાલનો જવાબ આપતા શાહરૂખે કહ્યું કે હું ધોની જેવો છું. અમારા જેવા તો ના કહ્યા પછી પણ હું 10 વાર IPL રમી લેતા હોય છે. શાહરૂખના આવા રમતિયાળ જવાબ પર હૉલ દર્શકો હાસ્યથી ગુંજી ઉઠ્યો હતો.

આ પછી વિકી કૌશલે પરિસ્થિતિનો લાભ લઇ આસંદર્ભમાં થોડી વધુ રમૂજ ઉમેરવાનો પ્રયાસ કર્યો હતો અને શાહરૂખને ટેકો આપતા અંગ્રેજીમાં કહ્યું હતું કે Retirement are for legends, Kings are forever અર્થાત નિવૃત્તિ હંમેશા દિગ્ગજોએ જ લેવાની હોય છે, જ્યારે રાજા તો હંમેશ માટે રાજા જ હોય છે.

ધોની IPL 2025માં ખેલાડી તરીકે ભાગ લેશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. જોકે, BCCIએ હવે 6 રિટેન કરાયેલા ખેલાડીઓનો નવો નિયમ લાવીને CSK માટે ચોક્કસપણે રસ્તો સરળ બનાવી દીધો છે. આવી સ્થિતિમાં ધોની આવતા વર્ષે પણ IPLમાં ભાગ લેશે તેવી આશા છે.

IPLના સુધારેલા નિયમો અનુસાર, કોઈપણ ભારતીય ખેલાડી જેણે છેલ્લા પાંચ વર્ષમાં આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી તેને ‘અનકેપ્ડ’ ગણવામાં આવશે. આનો અર્થ એ થયો કે સુપ્રસિદ્ધ ધોની, જે છેલ્લે 2019 માં ભારત માટે રમ્યો હતો, તે હવે આગામી IPL સિઝન માટે અનકેપ્ડ ખેલાડી તરીકે ક્વોલિફાય થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button