જો Salman Khanએ માફી માગી લીધી હોત તો…
બોલીવૂડ સ્ટાર Salman Khanના ઘરે ફાયરિંગ કેસમાં દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. મુંબઈ પોલીસ આ મામલે ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસે છઠ્ઠા આરોપીને પકડ્યો છે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈએ ભાઈજાનને ખુલ્લેઆમ ધમકી આપી છે કે આગામી સમયમાં ઘર પર ગોળી નહીં ચલાવવામાં આવે, તેમ કહી ફરી ધમકી આપી છે, પરંતુ આ મામલે એક બીજી વાત બહાર આવી છે. અગાઉ આ ઘટના બાદ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ બિશ્નોઈ સમુદાયની માફી માંગી હતી અને સલમાનને માફી આપવાની અપીલ કરી હતી. આ મામલે બિશ્નોઈ સમુદાયે તેમની માફી સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.
આ કેસ 1998માં સલમાન ખાનના કાળા હરણના શિકાર સાથે જોડાયેલો છે. બિશ્નોઈ સમુદાય માટે આ પ્રાણી ધાર્મિક માન્યતા ધરાવતું હોવાથી તેઓ સલમાનથી નારાજ છે અને આ જ કારણ છે કે તેને લોરેન્સ બિશ્નોઈ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. તે સમયે અભિનેત્રી અને સલમાનની ગર્લફ્રેન્ડ સોમી અલીએ સલમાન વતી બિશ્નોઈ સમુદાયની માફી માંગી હતી ત્યારે સમુદાયે સલમાન માફી માગે તેવી માગણી કરી હતી.
અખિલ ભારતીય મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું છે કે જો સલમાન ખાન માફી માંગે તો મામલો ખતમ થઈ શકે છે. તેણે કહ્યું છે કે જો સલમાન આમ કરે છે તો સમાજના લોકો બેસીને આ અંગે નિર્ણય લઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે બિશ્નોઈ સમુદાયના 29 નિયમો છે, જેમાંથી 10મા નિયમમાં માફીની જોગવાઈ છે. આ મુજબ જો સલમાન ખાન આમ કરે તો તેને કાયમ માટે માફી મળી શકે છે.
લોરેન્સ બિશ્નોઈ હાલમાં પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યાના કેસમાં જેલમાં છે. તેણે એક સમેય કહ્યું હતું કે જો સલમાન બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને માફી માંગશે તો તેને માફ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સોમી અલીએ સલમાન ખાનના ઘરે ફાયરિંગના થોડા દિવસો બાદ આ વિશે બોલી હતી અને જણાવ્યું હતું કે સલમાન સાથેના બ્રેક અપ પછી હું 24 વર્ષની ઉંમરે જ અમેરિકા આવી ગઈ છું. હું આ ઘટનાને વારંવાર યાદ કરવા માગતી નથી, પણ જે સલમાન સાથે થઈ રહ્યું છે તે દુશ્મન સાથે પણ ન થવું જોઈએ.
તો તમને શું લાગે છે કે સલમાન ખાને આ કેસમાં બિશ્નોઈ સમાજની માફી માગવી જોઈએ કે નહીં. અમને કૉમેન્ટ બૉક્સમાં ચોકકસ જણાવશો.