IE 100 The most powerful Indians: આ ફિલ્મ સેલિબ્રિટીના પણ નામ છે યાદીમાં મુંબઈ સમાચાર
મનોરંજન

IE 100 The most powerful Indians: આ ફિલ્મ સેલિબ્રિટીના પણ નામ છે યાદીમાં

મુંબઈઃ મોસ્ટ પાવરફૂલ ઈન્ડિયન્સની યાદી જાહેર કરવામાં આવી છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, સુપરસ્ટાર શાહરૂખ ખાન, અભિનેત્રી આલિયા ભટ્ટ અને ફિલ્મ નિર્માતા કરણ જોહર ભારતીય ફિલ્મ ઉદ્યોગના એવા લોકોમાં સામેલ છે જેમણે IE 100 – મોસ્ટ પાવરફુલ ઇન્ડિયન્સ 2024 ની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

આ યાદીમાં એવા કલાકારોનો સમાવેશ થાય છે જેમણે ગયા વર્ષે શાનદાર કામ કર્યું હતું અને બોક્સ ઓફિસ પર હલચલ મચાવી હતી અથવા OTT પર તેમની પ્રતિભા દર્શાવી હતી. અહીં એવા લોકો પણ છે જેઓ સોશિયલ મીડિયા આઇકોન તરીકે ઉભરી આવ્યા છે.


આ યાદીમાં સૌથી આગળ શાહરૂખ છે અને તે ગયા વર્ષે 50માં સ્થાને હતો ત્યાંથી 27માં સ્થાને પહોંચી ગયો છે. હીરોઈનોની વાત કરીએ તો આલિયા ભટ્ટ ગયા વર્ષના 99 રેંકમાંથી 79 રેંક પર આવી ગઈ છે.


આલિયા ભટ્ટ હવે માત્ર અભિનેત્રી જ નથી પરંતુ પ્રોડ્યુસર અને બિઝનેસવુમન પણ છે. વર્ષ 2023 આલિયા ભટ્ટ માટે ખૂબ જ ખાસ વર્ષ હતું, જ્યાં તેણે રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી કોમર્શિયલ હિટ ફિલ્મો આપી હતી અને તેની આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ સ્પાય-થ્રિલર હાર્ટ ઑફ સ્ટોન દ્વારા ગ્લોબલ લેવલે હેડલાઈન્સ બનાવી હતી. ગયા વર્ષે આલિયાએ ગંગુબાઈ કાઠિયાવાડીમાં તેના દમદાર અભિનય માટે તેનો પહેલો નેશનલ એવોર્ડ પણ જીત્યો હતો.


ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી ભારતીય સેલિબ્રિટીઓમાંની એક આલિયા ઘણી મોટી બ્રાન્ડની એમ્બેસેડર પણ છે. આલિયા બાદ 51 વર્ષના કરણ જોહર કરણ જોહર ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’થી શાનદાર ફોર્મમાં પરત ફર્યા છે. જ્યારે 81 વર્ષના અમિતાભે પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષના 99માં સ્થાનમાંથી તેમણે 97મી રેંક મેળવી છે. એવી કોઈ ખાસ ફિલ્મ કે અન્ય રીલિઝ વિના પણ તેઓ યાદીમાં આવ્યા છે.

Back to top button