મનોરંજન

જેહ અને તૈમુર માટે ઈબ્રાહિમ અલી ખાને કેમ કહ્યું કે મને એમના ખરાબ લાગે છે…

બોલીવૂડના છોટે નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan) અને તેમનો પરિવાર સૈફ પર થયેલાં હુમલા બાદથી અવારનવાર લાઈમલાઈટમાં રહેતો હોય છે. આ બધા વચ્ચે હવે સૈફના મોટા દીકરા ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Kha)એ નાના ભાઈ જેહ અને તૈમુરને લઈને આપેલા નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. ઈબ્રાહિમે પોતાના બંને નાના ભાઈને જે કહ્યું છે એ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો, આવો જોઈએ શું કહ્યું છે ઈબ્રાહિમે…

વાત જાણે એમ છે કે હાલમાં ઈબ્રાહિમ અલી ખાને પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે પરિવારમાં કદાચ તે છેલ્લી એવી પેઢી છે જેનું બાળપણ સામાન્ય રહ્યું છે. મને ખરાબ લાગે છે કે જેહ અને તૈમુર બંને ઘરમાં મોટાભાગના સમયે ગેજેટ્સથી ઘેરાયેલા રહે છે. આ સિવાય જ્યારે તેઓ ઘરની બહાર નીકળે ત્યારે પેપ્ઝથી ઘેરાઈ જાય છે. ઈબ્રાહિમે જણાવ્યું હતું કે તે પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે તેનું બાળપણ આવું નથી રહ્યું.

ઈબ્રાહિમ અલી ખાને એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે હું જહાંગીર અને તૈમુરને ઘરે જોઉં છું, ત્યારે મને એમના માટે ખરાબ લાગે છે. તૈમુર કે જે આઠ જ વર્ષનો છે, તે જેવો ઘરની બહાર નીકળે છે કે મીડિયા તેમના ફોટો લેવા લાગે છે અને જેહ તો હજી પાંચ જ વર્ષનો છે એના પણ ફોટો ક્લિક કરવા લાગે છે. જ્યારે તેઓ ઘરે હોય છે ત્યારે તેઓ આટલી નાની ઉંમરે પોતાના આઈફોન અને આઈપેડ્સ પર મોટાભાગનો સમય પસાર કરે છે. જ્યારે અમે મોટા થઈ રહ્યા હતા ત્યારે આવું નહોતું.

ઈબ્રાહિમે આગળ એવું પણ જણાવ્યું હતું કે હવે નોર્મલ થઈ ગયું છે, પરંતુ જ્યારે અમે નાના હતા ત્યારે ગેજેટ્સથી ઘેરાયેલા રહેવાને બદલે બહાર જઈને રમવાનું પસંદ કરતા હતા. મને લાગે છે કે હું આ પરિવારની છેલ્લી પેઢી છું જેને બાળપણ મળ્યું છે. હું બચી ગયો કારણ કે મારા બાળપણમાં સ્માર્ટ ફોન નહોતા, સ્માર્ટ ટીવી નહોતા. ઓટીટી પ્લેટફોર્મ્સ નહોતા. પેપ્ઝ આ બાળકોને શાંતિથી શ્વાસ પણ નથી લેવા દેતા. હું 18 વર્ષનો થયો ત્યારે મારો સામનો પેપ્ઝ સાથે થયો હતો. હું ખૂબ જ આભારી છું કે અમને નોર્મલ બાળ પણ મળ્યું.

ઈબ્રાહિમ અલી ખાન હાલમાં 24 વર્ષનો છે અને તેના કરતાં મોટી સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃત સિંહના સંતાનો છે. કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનના બીજા લગ્ન છે. સૈફના ચારેય સંતાનો વચ્ચે ચાર ચાર વર્ષનું અંતર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button