મનોરંજન

મારે હજુ વીઆઈપી બનવા ઘણી મહેનત કરવી પડશેઃ નીના ગુપ્તાએ આમ કેમ કહ્યું

દુરદર્શનના સમયથી પોતાના અભિનયના ઓજસ પાથરતી અભિનેત્રી નીના ગુપ્તા પોતાના બેબાક મિજાજને લીધે પણ જાણીતી છે. તે ફિલ્મોમાં પણ બોલ્ડ રોડ કરી ચૂકી છે અને રીયલ લાઈફમાં પણ બોલ્ડ થઈને જીવી રહી છે. 60 વર્ષ બાદ પણ તે અભિનય ક્ષેત્રે સક્રિય છે. તેમ છતાં હમણા તેમને થયેલા અનુભવ બાદ તેમણે કહેવું પડ્યું હતું કે હું વીઆઈપી નથી, મારે આ માટે બહુ મહેનત કરવી પડશે.

બોલિવૂડમાં વર્ષોથી પોતાના દમદાર અભિનયથી લોકોના દિલો પર રાજ કરતી અભિનેત્રી નીના ગુપ્તા સાથે તાજેતરમાં બરેલી એરપોર્ટ જે બન્યું તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

નીના તાજેતરમાં બરેલીમાં હતા. જો કે, એરપોર્ટ પર રાહ જોતી વખતે તેમને રિઝર્વ લોન્જમાં એન્ટ્રી લેતી વખતે અટકાવવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે એક વીડિયો શેર કરીને નીનાએ લોકોનું ધ્યાન આ બાબત તરફ દોર્યું હતુ. વીડિયોમાં નીના હુપ્તા એરપોર્ટ ઓથોરિટી પર પોતાનો ગુસ્સો કઢ્યો હતો.

એરપોર્ટ પરથી એક વીડિયો જાહેર કરતા નીના ગુપ્તાએ કહ્યું કે, ‘હું બરેલી એરપોર્ટ પરથી બોલી રહી છું. આ રિઝર્વ લોન્જ છે, જ્યાં હું એકવાર જઈને બેઠી હતી પણ આજે મને અંદર એન્ટ્રી આપવામાં આવી નહીં. મને લાગ્યું કે આ આરક્ષિત લાઉન્જ VIP લોકો માટે છે. મને લાગતું હતું કે, હું VIP છું, પરંતુ હું હજી VIP બની નથી. VIP બનવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે. ઠીક છે, હું VIP બનવા માટે સખત મહેનત કરીશ. તમારો ખૂબ ખૂબ આભાર.’

નીના ગુપ્તાના વીડિયોથી સ્પષ્ટ છે કે, તેને બરેલી એરપોર્ટના રિઝર્વ્ડ લોન્જમાં બેસવા દેવામાં આવ્યાં નહી. જોકે, તે પહેલા પણ તે લાઉન્જમાં આવી ચૂક્યા છે. પીઢ અભિનેત્રીનો આ વીડિયો બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ચાહકો નીનાનું સમર્થન કરી રહ્યા છે અને એરપોર્ટ ઓથોરિટી સામે તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે કે, – તમે અમારા બધા માટે VIP છો. અન્ય એક યુઝરે લખ્યું છે કે, એરપોર્ટ ઓથોરિટીએ કલાકાર સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેશની ટોપ ફાઈવ National Crush કોણ છે? મહારાષ્ટ્રનો ગરીબ જિલ્લો કયો? Mahashivratriએ શિવલિંગ પર શું ચડાવશો? અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીની શરૂ થઇ અન્ન સેવાથી