મનોરંજન

‘આમના ઘરનું ખાઇને શાહરૂખ ખાન બન્યો છું’: શાહરૂખે કોના માટે કહ્યું આવું?

શાહરૂખ ખાન તેની નમ્રતા માટે જાણીતો છે. બોલીવુડમાં સંઘર્ષના દિવસોમાં જે પણ વ્યક્તિએ તેને સાથ આપ્યો હોય તેને ક્યારેય તે ભૂલ્યો નથી. આટલું વિશાળ સ્ટારડમ, પોઝિશન હોવા છતાં પણ તે જાહેરમાં પણ તે વ્યક્તિઓનો આભાર માની શકે છે. હાલમાં જ એક કાર્યક્રમમાં પોતાની સફળતા માટે બોલીવુડ અભિનેતાએ સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનનો આભાર માન્યો હતો.

શાહરૂખે કહ્યું, હું તમને એક વાત કહું જે બહુ ઓછા લોકો જાણે છે, ‘જ્યારે હું પહેલીવાર મુંબઈ આવ્યો હતો, ત્યારે સલમાન અને તેના પરિવારે મારી ઘણી મારી સંભાળ લીધી હતી. મેં માત્ર ધક્કા જ નથી ખાધા, મેં તેના ઘરનું ખાવાનું પણ ખાધું છે. સલીમ ખાને મારી સાથે એકવાર વાત કરી અને મને આશીર્વાદ આપ્યા અને હું ખરેખર કહેવા માંગુ છું કે મેં તેમના ઘરેનું ખાધું છે, તેથી જ હું આજે અહીં ઉભો છું અને શાહરૂખ ખાન બન્યો છું. ખુબ ખુબ આભાર.’

શાહરૂખની વાત સાંભળીને સલમાન ખાને કહ્યું, ‘આ સારા શબ્દો માટે આભાર શાહરૂખ, અને સફળતા તારા નસીબમાં હતી જ. તારી કિસ્મત તારી છે અને એ કોઈ તારી પાસેથી છીનવી નહીં શકે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button