મનોરંજન

હું શ્રેયસ અય્યરના બાળકની મા છું… એક્ટ્રેસ કર્યો ચોંકાવનારો ખુલાસો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યરની ગણતરી દુનિયાના બેસ્ટ ક્રિકેટર્સ તરીકે કરવામાં આવે છે. અય્યરનો રમવાનો અંદાજ એકદમ અનોકો છે અને પોતાની કેપ્ટનશિપથી તેણે દુનિયાભરના ક્રિકેટ ફેન્સને પોતાના દિવાના બનાવી દીધા છે. વાત કરીએ અય્યરના ફેન્સની તો તેમાં બિગ બોસ 18ની કન્ટેસ્ટન્ટનું નામ પણ જોડાઈ ચૂક્યું છે. જોકે, આ કન્ટેસ્ટન્ટે શ્રેયસ અય્યરને લઈને એક એવો દાવો કર્યો છે કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. અય્યરને લઈને આ કન્ટેસ્ટન્ટમાં એટલી દિવાનગી છે કે તેણે મનોમન અય્યરને પોતાનો પતિ માનીને પોતે અય્યરના બાળકની મા હોવાનો દાવો કર્યો છે. આવો જોઈએ કોણ છે આ મહિલા…

મળતી માહિતી મુજબ આ મહિલાનું નામ એડિન રોઝ છે અને તેણે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં શ્રેયસ અય્યરને લઈને પોતાનો પ્રેમ પ્રગટ કરી ચૂકી છે. તેણે જણાવ્યું હતું તે મારું એવું માનવું છે કે હું શ્રેયસ અય્યરના બાળકની મા છું. હું મનથી જ શ્રેયસ અય્યર સાથે લગ્ન કરી ચૂકી છું. તેઓ મને દરરોજ પ્રેરિત કરે છે. તેમની વિનમ્રતા, ફોકસ અને વ્યવહાર મને સૌથી વધારે પસંદ આવે છે.

એડિન રોઝ એક ભારતીય એક્ટ્રેસ અને મોડેલ છે અને એનો જન્મ દુબઈમાં થયો હતો. 2020માં તે ભારતમાં સેટર થઈ હતી અને તેણે પોતાના આઈડિયલ પાર્ટનરમાં હોવા જોઈએ એવા ગુણ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મને મારા આઈડલ પાર્ટનરમાં ચાર વસ્તુઓ જોઈએ જેમાં સારી હાઈટ, ડાર્ક સ્કિન કલર, ચહેરા પર દાઢી અને પરફેક્ટ મસલ્સનો સમાવેશ થાય છે.

હવે એડિન રોઝ દ્વારા કરવામાં આવેલા આ દાવાને કારણે અય્યરના ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા છે. જોકે, એડિન રોઝે કહેલી આ વાત સાવ પાયાવિહોણી છે એમાં કોઈ શંકા જ નથી. આવો દાવો કરવા પાછળ એડિન રોઝનો હેતુ શું છે એ તો નથી જાણી શકાયું પણ આને એક સસ્તો પબ્લિસિટી સ્ટન્ટ ચોક્કસ જ કહી શકાય.

આ પણ વાંચો -‏‏‎ ટીવી સ્ટાર શિવાંગી જોશીનું થયું બ્રેક અપ, જાણો શું લખ્યું સોશિયલ મીડિયા પર?

અત્રે ઉલ્લેખનીય છે કે એડિન રોઝ આ પહેલાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને એક પરફેક્ટ કપલ ગણાવી ચૂકી છે. વાત કરીએ અય્યરની તો છેલ્લે અય્યર મુંબઈ ટી20 લીગમાં રમતો દેખાયો હતો અને આઈપીએલ-2025માં પણ પંજાબ કિંગ્સની ટીમનો કેપ્ટન હતો, પણ ત્યાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button