સબા આઝાદને આ રીતે હૃતિકે કર્યું બર્થડે વિશ, એક્સ વાઇફ સુઝેને પણ કરી કમેન્ટ
બોલીવુડ સ્ટાર હૃતિક રોશન પોતાની પર્સનલ લાઇફ માટે ઘણીવાર ચર્ચામાં રહેતો હોય છે. હૃતિક સબા આઝાદને ડેટ કરી રહ્યો છે અને તેણે જાહેરમાં તેની સાથેના સંબંધોનો સ્વીકાર પણ કર્યો છે. હવે સબા આઝાદના જન્મદિવસ નિમિત્તે તેણે ઇન્સ્ટાગ્રામ પર મુકેલી પોસ્ટે સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમજ હૃતિકની આ પોસ્ટ પર તેની એક્સ વાઇફ સુઝેને પણ એક કમેન્ટ કરી છે.
હૃતિક રોશને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે સબા આઝાદ સાથે દાદરા પર બેઠો છે. સબાએ હૃતિકનો હાથ પકડ્યો છે. આ ફોટો શેર કરતી વખતે કેપશનમાં સબાને સંબોધીને હૃતિકે લખ્યું હતું કે, “આપણે એવા સ્થાનો શોધીએ છીએ કે જ્યાં હૂંફ મળે, જ્યાં પ્રેરણા મળે, જ્યાં સુરક્ષિત મહેસુસ થાય. દરેકને એવા પાર્ટનરની અપેક્ષા હોય છે. એટલું કમ્ફર્ટ હોય કે સાથે બૂમો પાડી શકીએ. જીંદગીને કહી શકીએ કે તું જે પણ પડકારો આપવાની હોય તે આપ, અમે તૈયાર છીએ. હું તારી સાથે એવું જ મહેસુસ કરું છું. ઘર જેવું.”
“ચીલાચાલુ જીવનમાં પણ મેજીક ક્રિએટ થઇ શકે તે મેં તારી પાસેથી શીખ્યું. તું જેવી છો કાયમ તેવી જ રહી તે બદલ આભાર, ચલો એડવેન્ચર પર નીકળીએ,” તેમ લખીને હૃતિકે સબાને બર્થડે વિશ કર્યું. હૃતિકની આ પોસ્ટ પર તેની એક્સ વાઇફ સુઝેન સહિત હૃતિકના પરિવારજનોએ પણ પોઝિટિવ કમેન્ટ કરી હતી.