મનોરંજન
ઋતિક રોશનને ગર્લફ્રેન્ડ સબા સાથે કરી ગણેશોત્સવની ઉજવણી, જુઓ તસવીરો

ઋતિક રોશનના ઘરના દરેક ફંક્શન તેની ગર્લફ્રેન્ડ સબાની હાજરી વિના અધૂરા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ રોશન પરિવારના ગણપતિ વિસર્જનના પ્રસંગમાં સબા આઝાદે સુંદર મજાના સલવાર કમીઝમાં હાજરી આપી હતી. ઋતિકે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે.
આ તસવીરોમાં ઋતિક તેના પરિવાર સાથે ગણપતિ બાપ્પાને વળાવતો જોવા મળી રહ્યો છે. તો સબા પણ વટભેર રોશન ફેમીલી સાથે ફોટો પડાવતી જોવા મળી રહી છે. ઋતિકે પોસ્ટના કેપશનમાં લખ્યું, “ગણપતિ બાપ્પા મોરયા, આ અમારા ઘર અને હૃદયને આનંદ અને મોદકથી હર્યુભર્યુ રાખવાની મોસમ છે.”
ઋતિક અને સબાને એકસાથે ગણેશપૂજા કરતા જોઇને ફેન્સ પણ અલગ અલગ રિએક્શન્સ આપી રહ્યા છે. “તમે બંને એકસાથે ખૂબ સરસ દેખાઓ છો.” તેવી પ્રતિક્રિયા એક ચાહકે આપી હતી, તો અન્ય એક ચાહકે કહ્યું “બંનેએ હવે લગ્ન કરી લેવા જોઇએ.”