મનોરંજન

બર્થડે સેલિબ્રેશન હતું રિતિક રોશનનું પણ લાઈમલાઈટ લૂંટી ગઈ આ બે માનુનીઓ…

બોલીવૂડના ગ્રીક ગોડ તરીકે ઓળખાતા રિતિક રોશને હાલમાં જ પોતાનો 52માં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશન ખૂબ જ સિમ્પલ અને ફેમિલી પૂરતું જ મર્યાદિત હતું. હાલમાં આ સેલિબ્રેશનના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં રિતિકના મિત્રો અને પરિવારના લોકો જોવા મળી રહ્યા છે. જોવાની વાત તો એ છે આ સમયે રિતિકની એક્સ વાઈફ અને ગર્લ ફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે. ચાલો જોઈએ સેલિબ્રેશનમાં શું હતું બીજું ખાસ…

સુપરસ્ટાર રિતિક રોશને તાજેતરમાં પોતાનો 52મો બર્થડે ખૂબ જ સાદગી અને પારિવારિક માહોલમાં ઉજવ્યો હતો. ૧૦ જાન્યુઆરીએ જન્મેલા ઋતિકે ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સોશિયલ મીડિયા પર આ સેલિબ્રેશનની સુંદર ઝલક શેર કરી હતી, જેમાં તેનો પરિવાર અને ખાસ મિત્રો જોવા મળ્યા હતા.

રિતિક રોશને આ વખતે કોઈ ભવ્ય પાર્ટી આપવાને બદલે એક ખાનગી યોટ પર દરિયાની વચ્ચે પોતાનો ખાસ દિવસ મનાવવાનું પસંદ કર્યું હતું. આ સેલિબ્રેશનના ફોટોમાં સૌથી વધુ ધ્યાન કોઈએ ખેંચ્યુ હોય તો તે છે રિતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ અને રિતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન હતી. સુઝેન ખાન સાથે તેનો પાર્ટનર અર્સલાન ગોની પણ આ પાર્ટીમાં હાજર રહ્યો હતો.

પરિવારની વાત કરીએ તો આ સેલિબ્રેશનમાં રિતિકના દીકરા રિહાન અને રિધાન, માતા પિંકી રોશન, સાળો ઝાયેદ ખાન અને નજીકના મિત્રો સોનાલી બેન્દ્રે, ગોલ્ડી બહલ અને કુણાલ કપૂર પણ જોવા મળ્યા હતા.

રિતિકે ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કરતાં એક હાર્ટ ટચિંગ નોટ પણ પોસ્ટ કરી હતી. રિતિકે પોસ્ટમાં લખ્યું હતું કે થેન્ક યુ વર્લ્ડ, આભાર મારા પરિવાર, મિત્રો અને ફેન્સ… દરેક વ્યક્તિનો આભાર જેમણે મને મેસેજ, કોલ કે પોસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવી. આ ધરતી પર તમારી સાથે એક સાથે જીવવું અને સાથે ફરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. પ્રેમ માટે આભાર…

રિતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદે પણ કેટલીક પર્સનલ અને બ્યુટીફૂલ ફોટો શેર કર્યા છે. આ પોસ્ટમાં સબાએ રિતિકને પોતાનું ‘દિલ’ ગણાવતાં લખ્યું હતું કે, દુનિયામાં તને ખુશ જોવા સિવાય બીજી કોઈ વસ્તુ મને વધુ ખુશી આપી શકતી નથી. તારા માટે શાંતિ, આનંદ અને ક્રિયેટીવ દિવસોની કામના કરું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે ઋતિક અને સબા ૨૦૨૩થી પોતાના રિલેશનશિપ બાબતે ખુલીને વાત કરે છે. ખાસ વાત એ છે કે સુઝેન ખાન સાથે છૂટાછેડા પછી પણ ઋતિકે જે રીતે પરિવાર અને બાળકો સાથે મધુર સંબંધો જાળવી રાખ્યા છે, તેની ફેન્સ સોશિયલ મીડિયા પર પ્રશંસા કરી રહ્યા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button