ઝેરનું મારણ ઝેરઃ Urvashi Rautela ટ્રોલિંગ ગેંગનો આ રીતે કરે છે સામનો

તમામ જાણીતી હસ્તીઓને જેટલી પ્રશંસા મળતી હોય છે તેટલા માછલાં પણ તેમના પર ધોવાતા હોય છે. આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને આ સેલિબ્રિટી પ્રસિદ્ધિ અને પૈસા મેળવી લેતા હોય છે અને જો લોકોને તેમની કોઈ વાત ખટકી તો ટ્રોલ પણ થતાં હોય છે. ઘણીવાર આ ટ્રોલિંગ ગેંગ તેમના માટે ઉપાધી બની જતી હોય છે ત્યારે અભિનેત્રી ઉવર્શી રાઉતેલાએ તેનો ઉપાય શોધ્યો છે.
ઉર્વશી પોતાનાં પર ટ્રોલિંગની જરાય અસર થવા દેતી નથી. ઉર્વશી રૌતેલાએ ટ્રોલિંગ વિશે કહ્યું છે કે તેની સામે જરાય ધ્યાન ન આપવું એ જ તેની સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જ્યારે ઉર્વશીને પૂછવામાં આવ્યું કે તે ટ્રોલિંગનો સામનો કેવી રીતે કરે છે, ત્યારે તેણે કહ્યું મને લાગે છે કે ટ્રોલિંગનો સામનો કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને ધ્યાનમાં જ ન લેવું.
અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે મારી પાસે જે પ્રકારનું વ્યસ્ત શેડ્યુલ છે, તે જોતાં મારી પાસે ખરેખર તે વસ્તુઓ પર વિચારવાનો અને વેડફવાનો સમય નથી, તેથી જ્યારે તમે કોઈ પણ બાબત પર ધ્યાન ન આપતા હોવ તો પછી ટ્રોલ થવાનો પ્રશ્ન જ નથી. આથી હું તેના પર ધ્યાન જ નથી આપતી.
તાજેતરમાં જ અભિનેત્રી એક ફેશન શો માટે દિલ્હીમાં હતી. આ શોમાં ઉર્વશી શોસ્ટોપર તરીકે ચાલી હતી. હવે આગામી સમયમાં તે ફિલ્મ JNU: જહાંગીર નેશનલ યુનિવર્સિટીમાં જોવા મળશે. પોતાની આગામી ફિલ્મ વિશે વાત કરતાં ઉર્વશીએ કહ્યું કે હું આ ફિલ્મમાં JNU સ્ટુડન્ટનું પાત્ર ભજવી રહી છું. વાસ્તવિક જીવનમાં, મારા પિતા મારા સ્કૂલના દિવસોથી જ હું JNUમાં જાઉં એવું ઇચ્છતા હતા. તેથી આ સ્ક્રીન પરનું એક પાત્ર છે.
તાજેતરમાં JNU: જહાંગીર નેશનલ યુનિવર્સિટીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં વિરોધ પ્રદર્શનોની સાથે ગુનાહિત ષડયંત્ર અને આતંકવાદ તરફી ભાવનાઓ દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મ જેએનયુની અંદરની વાર્તાને પડદા પર લાવે છે. ફિલ્મમાં ઉર્વશી રૌતેલા ઉપરાંત રવિ કિશન, વિજય રાજ, પીયૂષ મિશ્રા મુખ્ય કલાકારો છે.