મનોરંજન

Snake Venom Case: ગામડાનો આ છોરો fazilpuria કઈ રીતે બની ગયો સેલિબ્રિટી

સોશિયલ મીડિયા સહિતના ઘણા ઈન્ટરનેટ પ્લેટફોર્મ પર લોકો પોતાની કલા કે કૌશલ્યો બતાવી ફેમસ થઈ જાય છે અને સારી એવી કમાણી પણ કરે છે. યુટ્યુબર પણ આજકાલ લાખો-કરોડોની કમાણી કરતા હોય છે અને સેલિબ્રિટી બની જતા હોય છે. આવી ઈન્ટનેટ પર્સનાલિટીનું એક નામ એલ્વિશ યાદવ હાલમાં ચર્ચામાં છે અને હવે તેની સાથે બીજી આવી વ્યક્તિ જોડાઈ છે સિંગર ફાઝિલપુરીયા. લડકી બ્યુટીફુલ કર ગઈ ચુલથી જાણીતા થયેલા આ સિંગરનું નામ પણ snake venom caseમાં બહાર આવ્યું છે.

રેવ પાર્ટી કેસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે પાર્ટીમાં વિદેશીઓને આમંત્રણ આપ્યું હતું અને ઝેરી સાપની વ્યવસ્થા કરી હતી. આ કેસમાં દરોડા દરમિયાન નવ ઝેરી સાપ મળી આવ્યા હતા. જ્યારે પોલીસે શરૂઆતમાં એલ્વિશની પૂછપરછ કરી તો તેણે કહ્યું કે આ સાપ માત્ર ગીતના શૂટિંગ માટે લાવવામાં આવ્યા હતા અને તે ફઝિલપુરિયાએ મંગાવ્યા હતા. એવું પણ એલ્વિશે કહ્યું હતું કે ફાઝીલપુરિયા જ સાપના સપ્લાય માટે સર્પપ્રેમીઓ સાથે વાત કરી હતી. આ રીતે ફાઝીલપુરિયાનું નામ સામે આવ્યું.

આ પણ વાંચો

એલ્વિશ યાદવની મુશ્કેલી વધી શકે છે… રેવ પાર્ટી અને સાપના ઝેરના મામલે પોલીસે ફટકારી નોટિસ

ફાઝીલપુરિયાનું સાચું નામ રાહુલ યાદવ છે. તે ગુડગાંવના નાના ગામ ફાઝીલપુર ઝારસાનો રહેવાસી છે. તેમનું ગામ રાજસ્થાન બોર્ડરથી માત્ર 40 કિલોમીટર દૂર છે. પોતાના ગામનું નામ દેશ અને દુનિયામાં ફેલાવવા માટે તેણે પોતાનું નામ રાહુલથી બદલીને ફાઝીલપુરિયા રાખ્યું. રાહુલ એક બિઝનેસ ફેમિલીમાંથી આવે છે, પરંતુ બાળપણથી તે ક્રિએટીવ રહ્યો છે.

શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી, તે સંગીત તરફ વળ્યો અને તેના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. કર ગયી ચુલ ફાઝિલપુરિયાનું પહેલું ગીત છે. આ ગીતથી તેને ઓળખ મળી. આ ગીત તેણે વર્ષ 2014માં ગાયું હતું. તે સમયે આ ગીત એટલું લોકપ્રિય ન બન્યું અને પછી આ ગીત આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ કપૂર એન્ડ સન્સમાં લેવામાં આવ્યું. બાદશાહ સાથે આ ગીત ગાયા બાદ તેની ગાડી પાટા પર ચડી. અને તેણે ઘણા ગીતોને પોતાનો અવાજ આપ્યો.

જો આપણે ફાઝીલપુરિયાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર નજર કરીએ તો તે ખૂબ જ વૈભવી જીવનશૈલી જીવે છે. ફાઝીલપુરિયા મોંઘીદાટ કારના શોખીન છે. લક્ઝરી બ્રાન્ડના કપડાં, ઘડિયાળો અને શૂઝ ઉપરાંત ફાઝીલપુરિયા બંદૂકનો પણ શોખીન છે. તે સતત આને લગતી તસવીરો પોસ્ટ કરતો રહે છે. ફાઝીલપુરિયાનું ઘર પણ એકદમ આલીશાન છે, જેમાં ઘણી લક્ઝરી વસ્તુઓ છે. તેમના ગીતોમાં વૈભવી જીવનશૈલીની ઝલક પણ જોઈ શકાય છે. તે વિદેશમાં પણ ઘણો પ્રવાસ કરે છે.

ફાઝિલપુરિયાએ લાલા લોરી, કર ગયી ચુલ, ‘પલો લટકે’, બલમ કા સિસ્ટમ, ટૂ મેની ગર્લ્સ, બિલ્લી કેટ, જિમ્મી છૂ અને હરિયાણા રોડવેઝ જેવા ઘણા ગીતો ગાયા છે. જાણવા મળ્યું છે તે મુજબ સંગીતના સંદર્ભમાં જ તે એલ્વિશને મળ્યો અને પછી વાત સ્નેક વેનોમ રેવ પાર્ટી snake venom caseસુધી પહોંચી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button