મનોરંજન

ડિવોર્સ બાદ ફરીથી પ્રેમ! કોણ છે મિસ્ટ્રી ગર્લ, જેની સાથે IIFAમાં જોવા મળ્યો રેપર-સિંગર

આઈફા એવોર્ડ્સ 2024ની ધૂમ મચી છે. બોલિવૂડ અને દક્ષિણના સ્ટાર્સ એક જ જગ્યાએ ભેગા થયા હોવાથી સ્ટાર્સોમાં ઘણી ઉત્સુક્તા અને ઉત્તેજના જોવા મળી રહી છે.. સોશિયલ મીડિયા પર આ ખાસ સેલિબ્રેશનના ફની વીડિયો અને ફોટાઓ પણ જોવા મળી રહ્યા છે. ચાહકો પણ IIFA એવોર્ડ્સની ઝલક જોઈને ખુશ થઇ રહ્યા છે અને તેના ટેલિકાસ્ટને લઈને ઉત્સાહિત થઈ રહ્યા છે. આ દરમિયાન લોકપ્રિય સિંગર રેપર યો યો હની સિંહે પણ આ એવોર્ડ ફંક્શનમાં કોઇ મિસ્ટ્રી ગર્લ સાથે એન્ટ્રી કરી હતી. લોકો એમ માને છે કે હની સિંહ આ મિસ્ટ્રી ગર્લ સાથે રોમાન્ટિક રિલેશનશીપમાં છે.

બ્રાઉન રંગ, અંગ્રેજી બીટ, બ્લ્યુ આઇઝ જેવા ગીતોથી લોકોના દિલમાં જગા બનાવનાર રેપર હનીસિંહ તેના ગીતો ઉપરાંત તેની લવ લાઇફને કારણે પણ ચર્ચામાં રહેતો હોય છે. હની સિંહે પૂર્વ પત્ની શાલિનીથી છૂટાછેડા લીધા બાદથી ચર્ચામાં રહ્યો છે. હાલમાં અબુ ધાબીમાં ચાલી રહેલા ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ (IIFA 2024) દરમિયાન હની સિંહે એક મિસ્ટ્રી ગર્લ સાથે એન્ટ્રી મારી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રેપર હની IIFA એવોર્ડ્સમાં ગ્રીન કાર્પેટ પર તેની લવ લેડી સાથે હાથ જોડીને પોઝ આપતો જોવા મળ્યો હતો. આ તસવીરો અને વીડિયો બાદ લોકો વિચારમાં પડી ગયા છે કે હની સિંહ સાથે આ મિસ્ટ્રી ગર્લ કોણ હતી. હની સિંહ છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રી કમ મોડલ હિરા સોહલને ડેટ કરી રહ્યો છે. જોકે, બંને એ અત્યાર સુધી તેમની રિલેશનશીપ બાબતે મૌન જાળવી રાખ્યું છે. તેવામાં IIFA 2024માં હની સિંહ મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળતા બધાની નજરો તેના પર જ ચોંટી હતી. આ ઇવેન્ટમાં બંનેએ એકબીજા સાથે પોઝ આપીને બધાને ચોંકાવી દીધા હતા.

આઇફા એવોર્ડ ફંક્શનમાં હની સિંહ પાપારાઝીની સામે તેની મિસ્ટ્રી ગર્લ સાથે ઘણી મજાકમસ્તી કરતો જોવા મળ્યો હતો. લોકો પણ હવે એ જાણવા માગે છે કે આ મિસ્ટ્રી ગર્લ કોણ હતી. તો અમે તમને ખુલાસો કરી દઇએ કે આ મિસ્ટ્રી ગર્લનું નામ ઈકરામ બઝિયાની હતી. તે આ ઇવેન્ટમાં હની સિંહ સાથએ માત્ર ફ્રેન્ડલી ટર્મ્સ પર આવી હતી. બંને વચ્ચે લવ રિલેશનશીપ જેવું કંઇ નથી. હની સિંહે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બંનેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે.


નોંધનીય છે કે હની સિંહે શાલિની તલવાર સાથે પહેલા મેરેજ કર્યા હતા. જોકે, 11 વર્ષના લગ્નગાળા બાદ બંનેએ 2022માં ડિવોર્સ લઇ લીધા હતા. ત્યાર બાદ થોડા સમયમાં જ હની સિંહનું નામ અભિનેત્રી ટીના થડાની સાથે જોડાયું. જોકે, તેમનો સંબંધ લાંબો ચાલ્યો નહીં અને 2023માં જ તેઓ અલગ થઇ ગયા હતા. હવે હની સિંહનું નામ અભિનેત્રી કમ મોડલ હિરા સોહલ સાથે જોડાયું છે. બંને ડેટ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button