આમચી મુંબઈમનોરંજન

હિમેશ રેશમિયા પર તૂટ્યો દુઃખોનો પહાડ…

મુંબઇઃ મનોરંજન ઉદ્યોગમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિમેશ રેશમિયાના પિતા અને પ્રખ્યાત સંગીત નિર્દેશક વિપિન રેશમિયાનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. કેટલાક સમયથી તેઓ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ હતા. બધાને આશા હતી કે તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે, પરંતુ એવું થયું નહીં. તેમણે 18 સપ્ટેમ્બરે રાત્રે લગભગ 8:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું. હિમેશ રેશમિયા પોતાના પિતાને પોતાના ગુરુ માનતા હતા. હિમેશ પિતાની ખૂબ જ નજીક હતા. હિમેશ પિતાને પોતાના ગુરુ માનતા હતા અને તેમને ‘ભગવાન’નો દરજ્જો આપતા હતા. પિતાના નિધન બાદ હિમેશ રેશમિયા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે અને જીવનમાં એક શૂન્યાવકાશ સર્જાઇ ગયો છે.

હિમેશ રેશમિયાના પિતાના અવસાનના સમાચારની પુષ્ટિ પરિવારની નજીકના વનીતા થાપર દ્વારા કરવામાં આવી હતી. વિપિન સાથેના તેના સંબંધો વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “હા, તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી. તેઓ કોકિલાબેન હોસ્પિટલમાં હતા અને 18 સપ્ટેમ્બરે રાત્રે 8.30 કલાકે તેમનું અવસાન થયું છે. હું એક પારિવારિક મિત્ર છું અને તેમના પરિવાર જેવી છું. હું ખૂબ જ દુઃખી છું. હું હજી પણ વિશ્વાસ નથી કરી શકતી કે તેઓ હવે આ દુનિયામાં નથી. અમારો સંબંધ 20 વર્ષ જૂનો હતો. તેઓ એક અદ્ભુત વ્યક્તિ હતા. તેમની રમૂજની ભાવના પણ અદ્ભુત હતી. એમ માહિતી મળી છે કે વિપિન રેશમિયાના અંતિમ સંસ્કાર આજે જ (19 સપ્ટેમ્બરે) જુહુમાં કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને ઘરે લાવવામાં આવશે.

હિમેશના પિતા વિપિન રેશમિયા એક પ્રખ્યાત સંગીત નિર્દેશક હતા અને તેમણે હિમેશને સંગીતની ઝીણવટથી શીખવ્યું હતું. હિમેશની સંગીત સફરમાં તેમના પિતાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિપિન રેશમિયાએ સલમાન ખાનની ફિલ્મમાં સંગીત પણ આપ્યું હતું. આ દરમિયાન તેમની મુલાકાત હિમેશ રેશમિયા સાથે થઈ હતી. આ પછી સલમાને હિમેશ રેશમિયાને તેની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ માટે સંગીત આપવાની તક આપી હતી. આ રીતે સલમાન અને હિમેશ રેશમિયા વચ્ચે ગાઢ સંબંધ બંધાયો હતો. 
ઈન્ડિયન આઈડલ 12 દરમિયાન પોતાના પિતા વિશે વાત કરતી વખતે હિમેશ રેશમિયાએ કહ્યું હતું કે તેમણે લતા મંગેશકર અને કિશોર કુમાર સાથે ગીત કંપોઝ કર્યું હતું, જે ક્યારેય રિલીઝ થયું ન હતું.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker