હેં! Madhuri Dixit, Katrina Kaifને પણ પાછળ મૂકે એવી સુંદર છે આ Super Starની બહેન…

હેડિંગ વાંચીને તમે ચોંકી ઉઠ્યા ને? ભાઈ એવી તે એ કયા સુપરસ્ટારની બહેન છે અને જો એવું છે તો પણ આજ દિન સુધી આપણને એની જાણ કેમ ના થઈ? ચાલો તમે તમારા મગજના ઘોડા વધારે દોડાવો એ પહેલાં તમને જણાવી દઈએ કે ભાઈ અહીંયા વાત થઈ રહી છે બોલીવૂડના કિંગખાન શાહરૂખ ખાનની…
હવે તમને થશે કે ભાઈ શાહરૂખ ખાનને કોઈ બહેન પણ છે? જી હા, શાહરૂખ ખાનને એક બહેન પણ છે અને તેનું નામ છે શહેનાઝ… શહેનાઝ વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે, આવું એટલા માટે કારણ કે શહેનાઝ લાઈમલાઈટથી ખૂબ જ દૂર રહે છે.
શહેનાઝનું પૂરું નામ શહેનાઝ લાલારૂખ ખાન છે. શહેનાઝ ઘણી વખત શાહરૂખ ખાન સાથે જોવા મળી છે. આર્યન ખાન જ્યારે જેલથી છૂટીને ઘરે આવ્યો હતો ત્યારે તેને કિંગ ખાનના ઘર મન્નતની બહાર જોવા મળી હતી. જોકે, શહેનાઝને જોઈને કોઈ અંદાજો પણ ના લગાવી શકે કે તે શાહરૂખ ખાનની બહેન છે. શહેનાઝની સાદગીને કારણે જ તે બોલીવૂડની અનેક રૂપસુંદરીઓને પાછળ મૂકી દે છે, તે માધુરી દિક્ષીત, કેટરિના કૈફ સહિતની એક્ટ્રેસને પણ પાછળ મૂકી દે છે.
જોકે, શહેનાઝના જીવન સાથે સંકળાયેલા અનેક દર્દનાક કિસ્સા પણ છે. ખુદ કિંગખાને એક ઈન્ટરવ્યુમાં આ ઘટનાને લઈને ખુલાસો પણ કર્યો હતો. એસઆરકેએ જણાવ્યું હતું કે તેની બહેન શહેનાઝ ડિપ્રેશનનો શિકાર પણ બની ચૂકી છે અને તેણે ખરાબમાં ખરાબ સમય પણ જોયો છે.
વાત જાણે એમ છે કે શાહરૂખના પિતાના નિધનનો આઘાત શહેનાઝને એટલો લાગ્યો હતો કે તે પિતાના શબને જોઈને જ ઢળી પડી હતી અને એને માથામાં ઈજા પણ થઈ હતી. ભારતના ડોક્ટર્સે તો હાથ ઊંચા કરી દીધા હતા અને ત્યાર બાદ વિદેશમાં શહેનાઝની સારવાર કરાવવામાં આવી હતી. શહેનાઝ ખૂબ જ ભણેલી-ગણેલી અને હોંશિયાર છે પણ આ એક ઘટનાએ તેનું જીવન 360 ડિગ્રી બદલાઈ ગયું હતું.