મનોરંજન

ફિલ્મ ફલોપ જતાં હીરોએ નિર્માતાને 15 કરોડ પાછા આપી દીધા

મુંબઈઃ કાર્તિક આર્યને ફિલ્મ તું મેરી મૈ તેરા બોક્સ ઓફિસ પર નિષ્ફળ જતાં તેની ફીમાં 15 કરોડનો ઘટાડો કર્યો હતો. અનન્યા પાંડે અને કાર્તિક આર્યનનો રોમાંસ પ્રેક્ષકોને મનોરંજક લાગ્યો નહીં. આ દરમિયાન કાર્તિક અને કરણ જોહર વચ્ચે અણબનાવના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ આ તમામ વિવાદો વચ્ચે હવે એક નવું અપડેટ આવ્યું છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મમેકર્સને ફિલ્મના નિષ્ફળતાના સમયે મદદ કરી શકાય તે માટે કાર્તિકે તેની ફીનો મોટો હિસ્સો જતો કર્યો છે.

સૂત્રો મુજબ, કાર્તિકે ધર્મા પ્રોડક્શન્સની આ ફિલ્મની રિલીઝના તરત જ બાદ તેની નક્કી કરેલી ફીમાંથી 15 કરોડ રૂપિયા ઘટાડી દીધા હતા. અભિનેતાનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ઘણી હિન્દી ફિલ્મો થિયેટરોમાં સંઘર્ષ કરી રહી છે. આવી સ્થિતિમાં કાર્તિકે ઈન્ડસ્ટ્રીને ટેકો આપતા ફીમાં કાપ મૂક્યો છે. ઈન્ડસ્ટ્રીના લોકો કાર્તિકના આ નિર્ણયના વખાણ કરી રહ્યા છે અને તેને પરિપક્વ ગણાવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર્તિકનો આ નિર્ણય જવાબદારીભર્યો માનવામાં આવી રહ્યો છે, ખાસ કરીને એવા સમયે જ્યારે બોક્સ ઓફિસ પર નિષ્ફળતા સામાન્ય બાબત બની ગઈ છે. સફળતામાં કલાકારો જશ્ન મનાવે છે, પરંતુ નિષ્ફળતામાં બોજ વહેંચવાનું કામ દરેક જણ નથી કરતા. ટ્રેડ સર્કલમાં પણ તેના આ નિર્ણયની પ્રશંસા થઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે કાર્તિકે ફિલ્મ અને પ્રોડ્યુસર્સનો પૂરો સાથ આપ્યો છે. તેનું આ પગલું તેને માત્ર એક એક્ટર નહીં પણ પાર્ટનર તરીકે સાબિત કરે છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે કાર્તિકે આવો નિર્ણય લીધો હોય. ફિલ્મ ‘શહઝાદા’ ફ્લોપ થઈ ત્યારે પણ તેણે પ્રોડ્યુસર્સ પર દબાણ ઓછું કરવા માટે ફીમાં ઘટાડો કર્યો હતો. આ દરમિયાન કાર્તિક અને કરણ જોહર વચ્ચે ઝઘડાના સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ સમાચાર પાયાવિહોણા હોવાનું કહેવાય છે. સૂત્રોએ જણાવ્યું કે આ અટકળોમાં કોઈ સત્ય નથી, કારણ કે કાર્તિક અત્યારે ધર્મા પ્રોડક્શન્સ દ્વારા કો-પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ફિલ્મ ‘નાગઝિલા’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કાર્તિક અને કરણ વચ્ચે ત્રીજી ફિલ્મ માટે વાતચીત ચાલી રહી છે.

આપણ વાંચો:  મતદાન કરવા પહોંચેલા અક્ષય કુમારે એવું તે શું કર્યું એની ચર્ચા થઈ રહી છે? તમે જ વાંચી લો…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button