મનોરંજન

88 વર્ષે ત્રીજી વખત લગ્ન કર્યા બોલીવૂડના આ દિગ્ગજ Actorએ, સોશિયલ મીડિયા પર ફોટો થયા વાઈરલ…

હેડિંગ વાંચીને તમે કંઈ પણ આડું અવળું વિચારો એ પહેલાં જ તમને ફોડ પાડીને જણાવી દેવાનું કે Bollywoodના દિગ્ગજ અભિનેતા Dharmendra Deol અને Dream Girl Hema Maliniએ ગઈકાલે એટલે કે બીજી મેના પોતાની 44મી Wedding Anniversary Celebrate કરી હતી. લગ્નની વર્ષગાંઠ નિમિત્તે કપલે ફરી એક વખત લગ્ન કર્યા અને એના ફોટો જ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં કપલ એકબીજાને જયમાળા પહેરાવતું જોવા મળી રહ્યું આ સિવાય Hema Maliniએ પણ સોશિયલ મીડિયા પર Dharmendra સાથેનો એક ખાસ ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.


અહીંયા તમારી જાણ માટે કે કપલની વેડિંગ એનિવર્સરીમાં તેમની દીકરી Esha Deol પણ હતી. Hema Maliniએ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે આજે ઘરે ક્લિક કરેલો ફોટો. ઈશાએ પણ સેલિબ્રેશનના ફોટો શેર કર્યા હતા. આ પહેલાં ઈશા દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મમ્મી-પપ્પાનો એક અનસીન ફોટો શેર કરીને તેમને એનિવર્સરીની શુભેચ્છાઓ આપી હતી. આ તસવીરો જોઈને એક વાત તો સ્પષ્ટ થાય છે કે પાર્ટીમાં ઈશાએ આખી ફેમિલી સાથે ખૂબ જ મોજ-મસ્તી કરી હતી.

વેડિંગ એનિવર્સરીના સેલિબ્રેશન સમયે ધર્મેન્દ્રએ ઓરેન્જ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરી હતી જ્યારે હેમા માલિની પણ ક્રિમ અને રેડ કલરની સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. આ સાડી સાથે હેમા માલિનીએ હેવી નેકલેસ પહેર્યો હતો. જોકે, આ સેલિબ્રેશનમાં સની દેઓલ કે બોબી દેઓલ સામેલ નહોતા થયા.

View this post on Instagram

A post shared by Dream Girl Hema Malini (@dreamgirlhemamalini)

અત્રે ઉલ્લેખનીય છે કે હેમા માલિની અને ધર્મેન્દ્રના લગ્ન 1980માં થયા હતા અને બંનેને ઈશા દેઓલ અને આહના દેઓલ એમ બે દીકરીઓ પણ છે.

1970માં બંનેની મુલાકાત તુમ હસીન મૈં જવાન ફિલ્મની શૂટિંગ દરમિયાન થઈ હતી. હેમા માલિની ધર્મેન્દ્રના બીજી પત્ની છે અને ધર્મેન્દ્રના પહેલાં પત્ની પ્રકાશ કૌર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button