Amitabh Bachchan સાથે રોમેન્ટિક સીન કરવા આ એક્ટ્રેસે મૂકી એવી શરત કે…

અમિતાભ બચ્ચનની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી દિગ્ગજ કલાકારોમાં કરવામાં આવે છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવનાર દરેક કલાકરાની એવી ઈચ્છા હોય છે કે તેને તેના કરિયરમાં એકાદ વખત તો બિગ બી સાથે સ્ક્રીન શેર કરવા મળે, પરંતુ શું તમને ખબર છે કે આ જ ઈન્ડસ્ટ્રીમાં એક એક્ટ્રેસે બિગ બી સાથે ફિલ્મમાં રોમેન્સ કરવા માટે શરત મૂકી શકે એવું કોઈ કહે તો તમારા માનવામાં આવશે આ વાત? નહીં ને? પણ આ હકીકત છે, ચાલો તમને જણાવીએ-
અમે અહીં જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ એ ફિલ્મ છે 2003માં આવેલી ફિલ્મ બાગબાન. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને હેમા માલિની (Hema Malini) લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને રવિ ચોપ્રાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મને લઈને હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો ખુલાસો થયો છે હેમા માલિનીને લઈને.

હેમા માલિનીએ આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે રોમેન્સ કરવા માટે ટાઈટ બ્લાઉઝ બનાવવાની શરત રાખી હતી. બાગબાન ફિલ્મમાં હેમા માલિની ખૂબ જ ઈન્વોલ્વ હતા અને તેમણે રાજ અને પૂજાના સંબંધોને સારી રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો તેમણે સલાહ પણ આપી હતી.
આ ફિલ્મમાં એક સીન હતો જેમાં હેમા માલિની અરીસા સામે ઊભા રહીને તૈયાર થતાં હોય છે અને એ સમયે અમિતાભ બચ્ચન પાછળથી આવીને કહે છે વાહ… આ સીન માટે હેમા માલિનીએ કહ્યું હતું કે તેમનો બ્લાઉઝ થોડો ટાઈટ બનાવવામાં આવે જેથી જ્યારે અમિતજી આવે ત્યારે તેઓ આ બ્લાઉઝને કસીને બાંધી શકે છે અને આ ટચછી મને એ લૂક મળશે જે હું ઈચ્છું છું.
આ પણ વાંચો : કાશ, હેમા માલિની મારી માતા હોત, જાણો કોણે આમ કહ્યું…..
હેમા માલિનીએ પણ એક ઈન્ટરવ્યુમાં ફિલ્મ બાગબાનને લઈને ખુલાસો કર્યો હતો કે તેમણે આ ફિલ્મ પોતાની મમ્મીના કહેવા પર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બાગબાનના મૂહુર્ત પર જ્યારે રવિ ચોપ્રાએ મને સ્ટોરી સંભળાવી તો મારી મમ્મી મારી સાથે હતી. રવિ ચોપ્રા જતાં રહ્યા તો મેં એને કહ્યું કે ચાર મોટા દીકરાની માનો રોલ કરવા કહે છે, હું કેવી રીતે કરી શકું. આ સાંભળીને મારી માતાએ મને કહ્યું ના ના તારે આ ફિલ્મ કરવી જોઈએ, સ્ટોરી ખૂબ જ સારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ બાગબાન બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. મળતી માહિતી અનુસાર 10 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન પણ મહત્ત્વના રોલમાં જોવા મળ્યો હતો.