ભરત તખ્તાની નહીં આ બોલીવૂડ એક્ટરને જમાઈ બનાવવા માંગતા હતા હેમા માલિની, દીકરીએ કર્યો ચોંકાવનારો ખુલાસો!

બોલીવૂડના પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીની વાત થઈ રહી હોય ત્યારે બચ્ચન પરિવાર, કપૂર ફેમિલી અને ખાન પરિવારનું નામ ચોક્કસ મોઢે આવે જ. પરંતુ આ ત્રણેય પરિવારમાંથી બચ્ચન પરિવાર હાલમાં અલગ કારણોસર ચર્ચામાં આવી રહ્યો છે. હવે ફરી એક વખત બચ્ચન પરિવારના ચિરાગ અભિષેક બચ્ચન ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે અને આ વખતે તેનું કારણ છે હેમા માલિની અને તેમની દીકરી ઈશા દેઓલ.
ઈશા દેઓલ અને ભરત તખ્તાનીના ડિવોર્સ થઈ ગયા છે. દરમિયાન એવી માહિતી સામે આવી રહી છે કે હેમા માલિની ભરતને નહીં પણ અભિષેક બચ્ચનને પોતાનો જમાઈ બનાવવા માંગતા હતા. ચોંકી ઉઠ્યા ને? ચાલો તમને આ પાછળની સ્ટોરી જણાવીએ-
ઈશા દેઓલ અને ભરતે 2012માં ભલે લવ મેરેજ કર્યા હોય પણ એક્ટ્રેસની માતા હેમા માલિનીએ ભરત તખ્તાનીના બદલે અભિષેક બચ્ચનને પોતાનો જમાઈ બનાવવા માગતા હતા. કરણ જોહરના જાણીતા શો કોફી વિથ કરણ પર આ વાતનો ખુલાસો કર્યો હતો. ઈશા અંબાણીને પણ જ્યારે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો ત્યારે તેણે પણ આ વિશે પોતાની રાય આપી હતી.
ઈશાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે અભિષેકને પોતાનો મોટો ભાઈ માને છે. મારી માતા ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ છે અને એટલે જ તેમણે અભિષેકનું નામ લીધું. અભિષેક ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજેબલ બેચલર હતા અને તેમની એવી ઈચ્છા હતી કે હું એક યોગ્ય વ્યક્તિ સાથે જીવનમાં આગળ વધું અને એટલે અભિષેક એમની નજરમાં એકદમ પરફેક્ટ હતા.
આગળ તેણે જણાવ્યું હતું કે પણ હું અભિષેક સાથે લગ્ન નહોતી કરવા માંગતી, કારણ કે હું એમને મારો મોટો ભાઈ માનું છું, એટલે હું મારા મારી માતાની માફી માગું છું. અહીંયા તમારી જાણ માટે કે ભરત તખ્તાની સાથે લગ્ન પહેલાં ઈશાનું નામ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો સાથે જોડાઈ ચૂક્યું છે. આખરે 2012માં બંનેએ લગ્ન કર્યા અને 2024માં તેમણે ડિવોર્સ લઈ લીધા હતા.
ઈશા અને ભરતે ભલે ડિવોર્સ લીધા હોય પણ પોતાની બંને દીકરીઓનો ઉછેર એક પરિવારની જેમ કરી રહ્યા છે. હાલમાં ભરત તખ્તાનીએ પોતાની ગર્લ ફ્રેન્ડ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને પોતાની રિલેશનશિપને ઓફિશિયલ કરી દીધી હતી.
આપણ વાંચો: આર્યન ખાન બાદ હવે સુહાના ખાન પણ ફસાઈ મુશ્કેલીમાં, હવે શું કરશે શાહરુખ ખાન?