“હિરામંડી”ને Amulનું સન્માન : વિજ્ઞાપનમાં બ્રેડ બટર ખાતી જોવા મળી સંજય લીલા ભણસાલીની હિરોઈનો

નવી દિલ્હી : તાજેતરમાં સંજય લીલા ભણસાલી નિર્મિત “હિરામંડી” (heeramandi) નેટફ્લીક્સ ઓરીજીનલ વેબસીરીજ ચર્ચાનું કેન્દ્ર છે. આ સમયે અમુલ ઇન્ડિયાએ તેને ધ્યાનમાં રાખીને એક મજેદાર હ્યુમર બનાવ્યું હતું. જેમાં વેબસિરીઝની હિરોઈનો બ્રેડ બટર ખાતી જોવા મળી રહી છે. મનીષા કોઇરાલાએ આ ફોટો તેમનાં ટ્વિટર પર શેર કરીને અમુલનો આભાર માન્યો હતો.
આ સમયે સંજય લીલા ભણસાલી દ્વારા નિર્મિત “હિરામંડી” નેટફ્લીક્સ ઓરીજીનલ વેબસીરીજ ખુબ ચર્ચામાં રહી છે. માત્ર ભારતમાં જ નહિ વિદેશમાં પણ તેને ધૂમ મચાવી છે, આ સમયે ભારતની ડેરી ક્ષેત્રની સૌથી મોટી બ્રાંડ અમુલે પણ તેની ખાસ નોંધ લીધી હતી. હિરામંડીનાં પોસ્ટરનો ઉપયોગ કરીને Amul Indiaએ એક જાહેરાત બનાવી હતી અને તેમાં એક ખાસ ટેગલાઈન પણ આપવામાં આવી હતી.
અમુલ બ્રાંડ આકર્ષક જાહેરાત આપવા માટે ખુબ જ પ્રખ્યાત છે અને તેને ખુબ જ મજેદાર રીતે તેની જાહેરાતમાં હીરામંડીને સાંકળી લીધી હતી. તેમની આ જાહેરાતમાં વેબસિરીઝની સ્ટોરીની જલક જોવા મળશે. આ જાહેરાતમાં જે તસ્વીર ઉપયોગમાં લેવામાં આવી છે તે વેબસીરીઝનું પોસ્ટર જ છે. આ તસ્વીરમાં સોનાક્ષી સિંહા, મનીષા કોઈરાલા, રુચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, શર્મીન સેગલ અને સંજીદા શેખ બ્રેડ અને અમુલનું બટર ખાતી જોવા મળી રહી છે. અને અમુલે ટેગલાઈન આપી હતી કે, “હર હિરાયન કે લિયે”. મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા વગેરેએ અમૂલની આ જાહેરાતની તસવીરને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને અમુલનો આભાર માન્યો હતો.
હીરામંડી એ આઝાદી પહેલાની લાહોરની વાતને રજુ કરે છે. આ વાત એ સમયની વાત છે જયારે ગણિકાઓ અને નવાબોની બોલબાલા હતી. આ સીરીઝ 1 મેના રોજ રજુ થઇ હતી, જેમાં પ્રેમ, નફરત, દગો, વિશ્વાસઘાત, રાજનીતિ બધાને રજુ થયું છે. રજુ થયાના પહેલા અઠવાડિયામાં જ સૌથી વધુ જોવાયેલી સીરીજમાં હીરામંડી સ્થાન પામી છે. આ ઉપરાંત તેને ભારતની બહાર પણ ખુબ જ ચાહના મળી છે.