મનોરંજન

‘હીરામંડી’નું પહેલું ગીત આવ્યું સામે, સંજય લીલા ભણસાલીએ શેર કરી પોસ્ટ

મુંબઈ: ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી: ધ ડાયમંડ બાઝાર’ ‘ને લઈને દરેક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વેબ સિરીઝ ભારત સાથે દુનિયાભરના નેટફિલ્ક્સ પર રીલીઝ થવાની છે, જેને લીધે આ વેબ સિરીઝની હાઇપ વધી ગઈ છે. આ સિરીઝમાં મોટી અને ટેલેન્ટેડ કાસ્ટ સાથે નિર્માણ કરવામાં આવેલા ગ્રાન્ડ સેટને લીધે આ સિરીઝ ખૂબ જ મોટા પાયે બનાવામાં આવી છે. આ સિરીઝનું ‘આઝાદી’ આ નવું ગીત હાલમાં રીલીઝ કરવામાં આવ્યું છે, જે લોકોને ખૂબ જ પસંદ પડ્યું છે.

‘આઝાદી’ આ ગીતમાં દરેક અભિનેત્રોના હાથમાં મશાલ જોવા મળી રહી છે, તેમ જ તેઓ એક રોયલ લૂકમાં આઝાદી મેળવવા માટે એક જંગ શરૂ કરશે છે, એવું સિરીઝમાં જોવા મળવાનું છે. આ ગીતમાં અભિનેત્રોના મોઢા પર એક તેજની સાથે ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. ભણસાલી એક ગ્રાન્ડ સ્ટાઈલ, ભવ્ય સેટ અને એકદમ બેસ્ટ કોસ્ટયું તેમના પ્રોજેકટમાં દર્શાવવા માટે પ્રસિદ્ધ છે.


આ ગીતને અર્ચના ગોરે, પ્રગતિ જોશી, આરોહી, અદિતિ પૉલ, તરન્નુમ અને અદિતિ પ્રભુદેસાઇએ ગાયું છે. ‘હીરામંડી’ સિરીઝને પહેલી મે 2024માં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવવાની છે, જેમાં અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ અને શર્મિન સહગલ જોવા મળશે. આ સિવાય તેમાં શેખર સુમન, અધ્યાન સુમન, ફરદીન ખાન જેવા અભિનેતાઓ જોવા મળવાના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button