Maharaj ફિલ્મને લઈને Gujrat હાઇકોર્ટમાં સુનાવણી “ફિલ્મ પરથી સ્ટે હટાવવાની માંગ”

અમદાવાદ: આમિર ખાનના પુત્ર જૂનૈદ ખાનની નેટફલિકસ પર રજૂ થનારી ફિલ્મ મહારાજને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. હાલ તેના પર પૃષ્ટિમાર્ગીય સંપ્રદાયના અરજદારોએ ફિલ્મને રિલીઝ થતી અટકાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે અને તેને લઈને હાઇકોર્ટે ફિલ્મ પર સ્ટે લગાવવામાં આવ્યો છે. જેને લઈને આજે 18 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી અને જેમાં બંને પક્ષોએ દલીલો કરી હતી અને આ મામલે હજુ આવતીકાલે સુનાવણી કરવામાં આવશે.
નેટફલિકસ વતી એડવોકેટ મુકુલ રોહતગીએ તેમની દલીલમાં સુપ્રીમ કોર્ટના ફૂલનદેવી કેસનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કોર્ટે આ કેસમાં કહેલું કે કલાકાર દ્વારા સમાજને દર્પણ બતાવવામાં આવ્યું છે. ‘કાયપો છે’ અને પદ્માવત ફિલ્મના કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વકીલે કોર્ટમાં અરજી કરી હતી કે આ ફિલ્મ પરથી વચગાળાનો સ્ટે દૂર કરવામાં આવે.
આ પણ વાંચો: Maharaj film: ‘મહારાજ’ની રિલીઝ પર ગુજરાત હાઈકોર્ટે આ તારીખ સુધી રોક લગાવી, જાણો શું છે વિવાદ
તેમણે કોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે ફિલ્મ પરથી હાલ વચગાળાનો સ્ટે દૂર કરવામાં આવે અને ભલે તેની સુનાવણી ચાલુ રાખવામાં આવે. મહારાજ નવલકથા એક ચુકાદા પર છે જ્યારે ફિલ્મ પુસ્તક અને ચુકાદા બંને પર છે. ફરિયાદી દ્વારા ભગવાન કૃષ્ણ અને પૃષ્ટી સંપ્રદાયના અપમાનજનક ચિત્રણનો આરોપ છે પરંતુ કોર્ટ કહે તો અમે આ ફિલ્મ કોર્ટટ સમક્ષ દર્શાવવા તૈયાર છીએ.
આ ફિલ્મ જદુનાથજી મહારાજ પર થયેલ કેસ પર બની છે અને તેમાં માત્ર 20 મિનિટ જ ટ્રાયલ બતાવવામાં આવી છે અને બદનક્ષીભર્યા ચુકાદાને દર્શાવવામાં નથી આવ્યું. ફિલ્મના પક્ષે જણાવ્યું હતું કે બદનક્ષીએ ફિલ્મ રજૂ થઈ ગયા બાદની કાયદાકીય રીત છે અને ફિલ્મને રિલીઝ કરી દેવામાં આવે અને પછી જો કોઈને વાંધાજનક દેખાય તો બદનક્ષીનો કેસ દાખલ કરી શકે છે. જો કે હવે આ મામલે આવતીકાલે અઢી વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.