મનોરંજન

સૈફના સિક્રેટ વેડિંગ વિશે સાંભળીને શર્મિલાએ…

બી-ટાઉનના છોટે નવાબ તરીકે ઓળખાતો સૈફ અલી ખાન તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં આવતો હોય છે અને હવે ફરી એક વકચ સૈફ ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ છે તેની માતા શર્મિલા ટાગોર.

વાત જાણે એમ છે કે સૈફ અને શર્મિલા ટાગોર હાલમાં જ કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણમાં પહોંચ્યા હતા અને જ્યાં શર્મિલા ટાગોરે દીકરી સૈફ અલી ખાનના એવા એવા સિક્રેટ ખોલ્યા છે કે નહીં પૂછો વાત. શર્મિલા ટાગોરે સૈફની લવ લાઈફને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

શર્મિલા ટાગોરે જણાવ્યું હતું કે સૈફની ઉંમર એ સમયે 21 વર્ષની હતી અને તેણે પોતાનાથી 12 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્નની વાત સૈફે પોતાના ઘરે પણ નહોતી જણાવી. જ્યારે સૈફે મને એના લગ્નની વાત જણાવી ત્યારે હું ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. હું કંઈ કામથી મુંબઈ આવી હતી અને એ સમયે મને સૈફે કહ્યું કે તે મને કંઈક કહેવા માગે છે અને પછી સૈફે પોતાના લગ્નનું સિક્રેટ ખોલ્યું હતું.

સૈફના લગ્નની વાત સાંભળીને શર્મિલા ટાગોર એકદમ તૂટી ગયા હતા અને તેમણે સૈફને પછી વાત કરવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેમણે પતિ ટાઈગર પટૌડીને કરી હતી અને તેઓ પણ આ વાત સાંભળીને એકદમ જ ખામોશ થઈ ગયા હતા. બાદમાં શર્મિલાએ કહ્યું કે હું એ છોકરીને મળવા માંગીશ.. અને પછી ધીરે ધીરે મામલો થાળે પડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે સૈફ અને અમૃતાએ થોડાક વર્ષો સુધી ડેટિંગ કરીને બાદમાં 1991મા અમૃતા સિંહ સાથે લગ્ન કરી લીધા હતા અને તેમને બે બાળકો થયા નામે ઈબ્રાહિમ અને સારા… લગ્નના 13 વર્ષ બાદ આખરે અમૃતા અને સૈફ છુટા પડી ગયા અને ત્યાર બાદ સૈફ અલી ખાને કરિના કપૂર સાથે લગ્ન કરી લીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button