અનીત પડ્ડાથી કમ નથી અહાનની ગર્લફ્રેન્ડઃ ઈમોશનલ પોસ્ટ થઈ વાયરલ | મુંબઈ સમાચાર
મનોરંજન

અનીત પડ્ડાથી કમ નથી અહાનની ગર્લફ્રેન્ડઃ ઈમોશનલ પોસ્ટ થઈ વાયરલ

બોક્સ ઓફિસ પર યશરાજ ફિલ્મ્સની સૈયારા ધૂમ મચાવી રહી છે. ફિલ્મ રિલિઝના ત્રણ દિવસમાં 80 કરોડથી વધારે કલેક્ટ કરી ચૂકી છે અને લગભગ એકાદ બે દિવસમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ ન્યુ કપલ અહાન પાંડે અને અનીત પડ્ડા છે. અહાન ડેબ્યુ કરી રહ્યો છે, જ્યારે અનીતે અગાઉ નાના રોલ કર્યા છે, પરંતુ આ ફિલ્મથી બન્ને બોલીવૂડના સુપરહીટ ડેબ્યુટન્ટમાં સામેલ થઈ ગયા છે.

ફિલ્મમાં વાની બત્રાનો રોલ કરી રહેલી અનીત પડ્ડા ખૂબ સુંદર લાગે છે અને તેણે સાદી સિમ્પલ યુવતીથી માંડી બિકની લૂક અને હોટ સિન્સ પણ આપ્યા છે, પરંતુ વાત હાલમાં અનીત નહીં પણ અહાનની ગર્લફ્રેન્ડની કરવાની છે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર અને મોડેલ શ્રૃતિ ચૌહાણ અહાનની ગર્લફ્રેન્ડ હોવાનું માનવામાં આવે છે. શ્રતિએ અહાન માટે એક સોશિયલ મીડિયા પોસ્ટ લખી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે અને અહાન માટેની તેની ફિલિંગ્સ એક્સપ્રેસ કરી રહી છે.
શ્રૃતિએ લખ્યું છે કે જે છોકરાએ આખી જિંદગી આ સપનું જોયું, જ્યારે કોઈ ન હતું કરતું ત્યારે તેણે પોતાનામાં વિશ્વાસ રાખ્યો, સખત મહેનત કરી આ હાંસલ કર્યુ તેની માટે આ પોસ્ટ લખી રહ્યું છે. શ્રૃતિએ અહાન આઈ લવ યુ અને પ્રાઉડ ઓફ યુ પણ લખ્યું છે.

નેટિઝન્સ માટે શ્રૃતિ નવું નામ નથી. લગભગ 2 લાખ કરતા વધારે ફોલોઅર્સ શ્રૃતિના છે અને તે મ્યુઝિક વીડિયો અને ડાન્સ પણ કરે છે. અહાન અને શ્રૃતિ એકબીજાની ખૂબ નજીક છે, તેવી ચર્ચા બોલીવૂડમાં થાય છે, પરંતુ હવે કેટલા નજીક છે તે તો તેમને જ ખબર.

અહાન તો હાલમાં પોતાની પહેલી ફિલ્મની સફળતા એન્જોય કરી રહ્યો છે. ફિલ્મમાં અહાને ક્રિશ કપૂરનો રોલ કર્યો છે. ક્રિશ સ્ટ્રગલિંગ સિંગર છે. પરિવારમાં માત્ર દારૂડિયો બાપ છે. અનીત સ્ટ્રગલિંગ રાઈટર છે અને તેને પહેલા બૉયફ્રેન્ડથી દગો મળી ચૂક્યો છે. બન્ને મળે છે અને તેમની લવસ્ટોરી આ ફિલ્મનો ભાગ છે. ફિલ્મને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, પણ ફિલ્મ લોકોને ખૂબ ગમી છે અને ધૂમ કમાણી કરશે તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો…કરણ જોહર હવાઈ સેવાથી પરેશાનઃ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવતી પોસ્ટ લખી

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button