તારક મહેતા…માંથી હવે મિસિસ હાથી પણ બહારઃ જાણો અભિનેત્રીએ શું કહ્યું

લગભગ 17 વર્ષથી સફળતાપૂર્વક ચાલતો ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થોડા સમયથી અલગ મુદ્દાઓ મામલે ચર્ચામાં છે. થોડા સમય પહેલા જેઠાલલાનું પાત્ર ભજવતા દિલીપ જોશી અને નિર્માતા આશિત મોદી વચ્ચેના ખટરાગના અહેવાલો વહેતા થયા હતા. ત્યારબાદ બબીતાનું પાત્ર ભજવતી મુનમુન પણ શૉ છોડવાની હોવાની વાતો વહેતી થઈ હતી તો રક્ષા બંધનના દિવસે આશિત મોદીએ દયાનું પાત્ર ભજવનારી દિશા વાંકાણી પાસે રાખડી બંધાવી તે વીડિયો પણ ભારે વાયરલ થયો હતો. ત્યારે હવે ફિલ્મના વધુ એક જાણીતા પાત્ર સાથે સંબંધિત વાત બહાર આવી છે.
ડૉ. હાથીનાં પત્ની તરીકે જોવા મળતા હાથીભાભી શૉ છોડીને જવાના હોવાની વાત બહાર આવી હતી. હાથીભાભીના પાત્રમાં દેખાતી અંબિકા રંજનકરે આ મામલે સ્પષ્ટતા કરી છે. શૉએ તાજેતરમાં જ 17 વર્ષ પૂરા કર્યાની ઉજવણી કરી હતી. જોકે શૉ શરૂ થયો ત્યારના અમુક કલાકારો હવે જોવા મળતા નથી, જેમાં મુખ્ય તો દયા ભાભીનો રોલ કરતી દીશા વાકાંણી, અંજલિભાભીનો રોલ કરતી નેહા મહેતા, તારક મહેતાનો રોલ કરતા શૈલેષ લોઢિયા જેવા કલાકારો એક યા બીજા કારણે શૉ છોડી ચાલ્યા ગયા છે.
હવે હાથીભાભી શૉમાંથી ગાયબ છે ત્યારે ફેન્સને લાગી રહ્યું છે કે તેઓ પણ છોડીને જતા રહ્યા છે. જોકે અંબિકાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મેં શૉ છોડ્યો નથી, હું અમુક અંગત કારણોસર થોડા સમય માટે શૉથી દૂર થઈ હતી. મારે મારી માટે સમય જોઈતો હતો.
ગોકુલધામ સોસાયટીમાં નવો પરિવાર પણ રહેલા આવ્યો છે. રતન બિજનોરા અને તેની પત્ની રૂપાના પાત્રમાં કુલદીપ ગૌર અને ધરતી ભટ્ટ શૉમાં જોવા મળશે. તેમના બં સંતાનો પણ છે. હવે તેમના આવવાથી ગોકુલધામમાં ધમાલમસ્તી વધે છે કે નહીં તે જોવાનું રહ્યું.
આપણ વાંચો: 17 વર્ષ પછી ‘તારક મહેતા…’માં મોટો ટ્વિસ્ટ: ગોકુલધામમાં થશે ખાસ પાત્રની એન્ટ્રી…